રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
લીલી પરિક્રમામાં 350 ટ્રિપો લગાવતા રૂા. 19 લાખની વધારાની આવક
જન્માષ્ટમીથી લઈ એન દિવાળી સુધી તહેવારનો શ્રૃંખલા શરૂ હોય છે એન મુસાફરોની સુવિધા માટે એસ.ટી. દ્વારા સતત વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. જન્માષ્ટમી, દિવાળી બાદ રાજકોટ વિભાગ દ્વારા જૂનાગઢની પરિક્રમામાટે પણ 50થી વધુ એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસમાં રૂા. 19 લાખથી વધુની આવક થઈ હતી.
રાજકોટ એસ.ટી. વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, નગિરનાર પર્વત પર યોજાતી લીલી પરિક્રમાનો રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો મહિમા રહેલો છે. જેથી યાત્રાળુઓને જૂનાગઢ જવા માટે કોઈ તકલીફ ન પડે તેના માટે રેગ્યુલરની સાથે 50 એકસ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 50 જેટલા મુસાફરો થતાની સાથે તરત બસ ઉપાડી લેવામાં આવતી હતી. તા.11થી 14 નવેમ્બર સુધી આ એકસ્ટ્રા સંચાલનમાં કુલ 350 ટ્રીપ દોડાવવામાં આવી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લીલી પરિક્રમા માટેની સ્પેશિયલ બસોનો લાભ 34,500 જેટલા મુસાફરોએ લીધો હતો.
જેને પગલે માત્ર આ ચાર દિવસ દરમિયાન રાજકોટ એસ.ટી. વિભાગને રૂૂ. 19 લાખની વધારાની આવક થઈ છે. આગામી સમયમાં પણ મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો જુદા જુદા રૂૂટ ઉપર મુકવામાં આવશે. તેમજ વધુમાં વધુ મુસાફરો સલામત સવારી ગણાતી એસટી બસોનો લાભ લે એવી અપીલ પણ કરી હતી.