શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખપદ માટે 34 મુરતિયાઓ મેદાને
જામનગર શહેર (મહાનગર) અને જિલ્લા ભાજપ પ્રમુખ પદની મુદ્દત પૂર્ણ થતાં સંગઠન પર્વને અનુલક્ષીને નવા પ્રમુખની વરણી કરવામાં આવનાર છે. આ માટે આજે ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ચૂંટણી નિરીક્ષક ચૂંટણી અધિકારી તરીકે ડો. જાનકીબેન આચાર્ય અને રાજૂભાઈ ધારૈયા ઉપસ્થિત રહયા હતા અને તેઓએ દાવેદારો પાસેથી સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. શહેર ના પ્રમુખપદ માટે 13 ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે.જેમાં વિમલભાઈ કગથરા, ખુમાનસિંહ સરવૈયા, વિજયસિંહ જેઠવા, કે. જી. કનખરા, દિલીપસિંહ જાડેજા, દયાબેન પરમાર, પ્રવીણ મકવાણા, દિલીપ જોઈશર, ધર્મરાજસિંહ જાડેજા, ગિરીશ અમેથીયા, પ્રવીણ પરમાર, દિનેશ ગજરા અને ગોપાલ સોરઠીયા નો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી સમયે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને વિજયસિંહ જેઠવા, સ્થાનિક અગ્રણી મનીષ કનખરા, ખુમાનસિંહ સરવૈયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેવી જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની ચૂંટણી નિરીક્ષક- અધિકારી તરીકે એચ.એમ. પટેલ અને નરેશ દેસાઈ ઉપરાંત સ્થાનિક માં દિલીપસિંહ ચુડાસમા અને કે.બી. ગાગીયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બપોરે 12-30 સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતાં. અને 21 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતાં. જેમાં ડો.વિનોદભાઈ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, કુમારપાલસિંહ રાણા, દિલીપભાઈ ભોજાણી, સુરેશભાઈ વસરા, કૌશિકભાઈ રાબડીયા, લખધીરસિંહ જાડેજા, પ્રતીક્ષાબા જાડેજા, નાનજીભાઈ ચોવટિયા, ભરતભાઈ અકબરી, વલ્લભભાઈ ધારવીયા, કાનજીભાઈ પરમાર, એમ. ડી. મકવાણા, હર્ષાબેન રાજગોર, લાલજીભાઈ વ્યાસ, બ્રિજરાજસિંહ જાડેજા (ધ્રોલ) , ગીતાબેન નકુમ, ડી. ડી. જીવાણી, અરશીભાઈ કરંગીયા, પ્રવીણભાઈ ભંડેરી, ભરતભાઈ બોરસદીયા નો સમાવેશ થાય છે.
આ તમામ ફોર્મનો અહેવાલ પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી શહેર-જિલ્લાના પ્રમુખના નામોની જાહેરાત થશે તેમ જાણવા મળ્યુ છે. સમગ્ર શહેર-જિલ્લાના કલ્સ્ટર તરીકે બાબુભાઈ જેબલીયા પણ ઉપસ્થિત હતા.