For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલ સામે 34 સ્વતંત્ર ઉમેદવાર મેદાને

05:48 PM Dec 09, 2023 IST | Bhumika
બાર એસો ની ચૂંટણીમાં સમરસ પેનલ સામે 34 સ્વતંત્ર ઉમેદવાર મેદાને

કાયદાકીય કાવાદાવાના માહેર વકીલો વચ્ચે મનામણાનો દોર શરૂ : ચૂંટણી પૂર્વે અનેક ઉમેદવારો કરશે પીછેહઠ

Advertisement

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા બે વર્ષથી ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ આમને સામને ટકરાતા હોવાથી આ વર્ષે યોજનારી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ઉપર સૌરાષ્ટ્રભરના વકીલોની મીટ મંડાણી છે. બાર એસોસિએશનના ચૂંટણી જંગમાં કુલ 54 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને આજથી આગામી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે અને 12 ડિસેમ્બરે સાંજે સુધીમાં ચૂંટણી મેદાનમાં ઊભેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. સમરસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારી છે ત્યારે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ સામે હજુ સુધી એક પણ પેનલની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ફોર્મ પરત ખેંચાયા બાદ રાજકીય રંગ બદલે તેમ કાવા દાવાના માહિર ગણાતા વકીલો સમરસ પેનલ સામે પોતાની પેનલની જાહેરાત કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં સ્વતંત્ર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ સમરસ પેનલ સામે 38 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી જંગ જામ્યો છે. રાજકોટ બાર એસોસિયેશનની આગામી ચૂંટણીમાં પ્રમુખ પદ સહિતના 16 હોદ્દાઓ ઉપર ચૂંટણી લડાઈ રહી છે. આ વર્ષે બાર એસોસિએશનના મેઈન ત્રણ હોદા એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે ચાર ચાર ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. જેમાં પ્રમુખ પદ માટે સમરસ પેનલના કમલેશ શાહ, બકુલ રાજાણી, પી.સી. વ્યાસ અને હરિસિંહ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સુરેશ ફળદુ, યોગેશ ઉદાણી, સિધ્ધરાજસિંહ જાડેજા અને હરેશ પરસોંડા, સેક્રેટરી પદ ઉપર સમરસ પેનલના કમલેશ શાહ અને પી.સી. વ્યાસ, સુમિત વોરા અને નરેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયા, મહેશકુમાર પુંધેરા, આશિષ મહેતા, કેતન માંડ અને નયનેશ ઠક્કર વચ્ચે જંગ જામશે, ટ્રેઝરરના હોદા ઉપર નીરવકુમાર પંડ્યા, રાજેન્દ્રસિંહ ઝાલા, કેતન દવે, કેતન મંડ અને દિવ્યેશ છગ મેદાનમાં છે. લાઇબ્રેરી સેક્રેટરીમાં મેહુલ મહેતા, સંજય જોષી અને નયનેશ ઠક્કર વચ્ચે ટક્કર થશે મહિલા કારોબારી સભ્યમાં અરુણાબેન ઉર્ફે અલકાબેન પંડ્યા, રેખાબેન લીંબાસીયા અને રક્ષાબેન ઉપાધ્યાય વચ્ચે ચૂંટણી જંગ જામશે જ્યારે કારોબારીમાં રમેશચંદ્ર આદ્રોજા, નિકુંજ શુક્લા, કૌશલ વ્યાસ, આશિષ વિરડીયા, કૌશિક પોપટ, ચેતન વિઠલાપરા, પ્રશાંત વાઢેર, અનિલકુમાર ડાકા, નિશાંત જોષી, અજયસિંહ ચૌહાણ, પ્રવીણ સોલંકી, સાગર હાપાણી, ભાવેશ રંગાણી, અમિત વેકરીયા, સંજય પરમાર, જયદેવસિંહ પરમાર, યશ ચોલેરા, રણજીત મકવાણા, તુષાર દવે, કેતન માંડ, વિમલ ડાંગર, અજય પીપળીયા, રીધમ ઝાલાવડીયા, રીતેશ ટોપીયા, નીતીન શીંગાળા, દીપકકુમાર બારોટ, રાજેશકુમાર જલુ, ભાવેશ ખુંટ, પિયુષ સખીયા, મિથુન ઠક્કર અને હિરલબેન જોષીએ દાવેદારી નોંધાવી છે. બાર એસોસિએશનની ચૂંટણી લડવા ન ઇચ્છતા ઉમેદવારો આગામી 12 મી ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે.

કારોબારીમાં એક માત્ર મહિલા ઉમેદવાર
બાર એસોસિયેશનની ચૂંટણીમાં 54 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે કારોબારીમાં આ વર્ષે 31 ઉમેદવારો મેદાને પડ્યા છે જેમાં એક માત્ર મહિલા ઉમેદવાર 30 પુરુષ ઉમેદવારો સામે મેદાને આવી છે રાજકોટ રેવન્યુ અને મહિલા બારના કારોબારી સભ્ય, વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીનું સંચાલન કરતા અને આરએમસી અને રૂૂડા સહિતની સંસ્થાઓમાં પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવતા એડવોકેટ શ્રીમતી હિરલબેન જોષીએ કારોબારી સભ્ય માટે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે હિરલબેન જોષીએ સમરસ પેનલ સહિતના 30 ઉમેદવારોની ચૂંટણી મેદાનમાં જીતનો પડકાર ફેંક્યો છે હિરલબેન જોશી અગાઉ બે વખત ચૂંટણી લડ્યા હતા જેમાં એક વખત સમરસ પેનલ અને એક વખત સ્વતંત્ર રીતે મહિલા અનામત માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે હિરલબેન જોષીને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે.

Advertisement

સમરસ પેનલના કાર્યાલયનું સોમવારે ઉદઘાટન
ગુજરાત બાર એસોશીએશન દ્વારા રાજ્યના તમામ બાર એસોશીએશનોને તા. 22 ના રોજ ચુંટણી યોજવા માટે સુચના આપેલ હોય તે સંદર્ભમાં રાજકોટના ભા.જ.5. લીગલ સેલ સમર્પિત સમરસ પેનલે તમામ ઉમેદવારોને ચુંટણીમાં ઉતાર્યા છે. આગામી ચુંટણીને લઈને આ સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભા.જ.5. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભા.જ.5. પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાના હસ્તે આગામી સોમવારના રોજ સાંજે 6 કલાકે સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજકોટના વકીલો ખુબ બહોળી સંખ્યામાં હાજર રહેશે. પ્રદેશ ભા.જ.5. લીગલ સેલના સહસંયોજક અનિલભાઈ દેસાઈ, રાજકોટ બારના પ્રમુખ એલ.જે. શાહી સહિતના હોદ્દેદારો, રાજકોટ ભા.જ.5. મહાનગર લીગલ સેલના સંયોજક પીયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશભાઈ ડોડીયા, રાજકોટ ક્રિમીનલ બાર, મહિલા બાર, રેવન્યુ બાર, રેવન્યુ પ્રેકટીશનર એસોશીએશન, કલેઈમ બાર, ક્ધઝ્યુમર બારના સિનિયર જુનિયર વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement