રોંગસાઈડમાં વાહન ચલાવતા 34 ચાલકો દંડાયા
હાઇકોર્ટના આદેશ બાદ રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ
ગુજરાત હાઇકોર્ટમાં દ્વારા ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યાઓને લઈને ક્ધટેમ્પ અરજી પર હાથ ધરાયેલ સુનવણીમાં રોંગ સાઇડ વાહન ચલવનાર સામે કાર્યવાહી કરવા આપેલી સુચના બાદ રાજકોટ ટ્રાફિક પોલીસે સ્પેશીયલ ડ્રાઇવ યોજી એક જ દિવસમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા 34 વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી 71 હજારનો દંડ વસુલ કરી 3 વાહન ડિટેઇન કર્યા હતા.
રોંગ સાઇડ વાહન ચલાવી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આજે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ - અલગ પોઇન્ટ પર ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રોંગ સાઇડ વાહન ચલાવતા 34 ચાલકો સામે કાર્યવાહી કરી હતી. શહેરના વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ, જે ડ્રાઇવ દરમિયાન કુલ-30 વાહન ચાલકો પાસથી રૂૂ.48,500 નો રોકડ દંડ તેમજ કુલ-14 વાહન ચાલકોને રૂૂ.22,500ના ઇ-ચલણ ઇસ્યુ કરી 3 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક ટ્રાફિક પૂજા યાદવ, ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ એસીપી ઝોન-1 એમ.આઇ.પઠાણ સાથે ઇન્ચાર્જ એસીપી ઝોન-2 વી.જી.પટેલ તેમજ ટ્રાફિક શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા હાઇકોર્ટના આદેશથી રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.