રાજકોટના 16 સહિત ગુજરાતના 330 ઇન્કમટેક્ષ અધિકારીઓની બદલી
દેશભરના આવકવેરા વિભાગમાં ચાલુ માસે મોટાપાયે ફેરફારો થતા હવે ટૂંક સમયમાં દરોડાનો દોર
ગુજરાત સહિત દેશભરના આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા 330 અધિકારીઓની બદલીના 20 દિવસ બાદ ગુજરાત આવકવેરા વિભાગમાં મોટાપાયે ફેરફારો સાથે શનિવારે બદલીના હુકમો કરવામ આવ્યા હતા જેમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના 16 ઇન્સ્પેકટર સહિત રાજ્યભરમાંથી 330 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સામાન્ય રીતે જુલાઈમાં થતા બદલીના હુકમો આ વર્ષે એક મહિના પૂર્વે થયા હતા આ બદલીમાં રાજકોટના સ્વરૂૂપ ભટ્ટ,મુકેશ કુમાર સિન્હા,કૌશિક ચૌહાણ સહિત અનેક અધિકારીઓની બદલી કરાઈ છે.તેમજ કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ પણ અપાયો છે.
આવકવેરા વિભાગમાં ચાલુ માસે મોટા ફેરફારો થયા હતા. થોડા સમય પૂર્વે ચીફ કમિશનર અને પ્રિન્સિપલ ચીફ કમિશ્નરની બદલીના હુકમો થયાની સાથે આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા 330 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં 19 ચીફ કમિશનરને ઈન્કમટેક્સના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા તેમજ એડિશનલ અને જોઈન્ટ કમિશનરોની બદલીમાં ગુજરાતના 11 સહિત 136 અધિકારીઓની બદલી થઈ હતી, જ્યારે આસિસટિન્ટ અને ડેપ્યુટી કમિશનરની બદલીઓમાં ગુજરાતના 15 સહિત 165 અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના 12 અધિકારીઓને ડેપ્યુટેશન ઉપર અન્ય રાજ્યોમાં મુકવામાં આવ્યા હતા.
દર વર્ષે મે અને જૂન મહિનામાં બદલી અને બઢતીના હુકમો થતા હોય છે. જેના લીધે બે મહિના સુધી સર્ચ અને સર્વેની કામગીરી ધીમી પડે છે. પરતું આ વર્ષે એપ્રિલ મહિનાના અંત પૂર્વે જ ગુજરાત સહિત દેશભરમાં આવકવેરા વિભાગમાં મોટાપાયે બદલી થઇ છે. જેમાં ઇન્સ્પેક્ટરથી લઈ અધિકારીઓ અને કમિશનરના ટ્રાન્સફર ઓર્ડરો શરૂૂ થઈ જતા આ વર્ષથી દરોડાની કામગીરી પણ વહેલી થાય તેવું દેખાઈ રહ્યું છે.
શનિવારે થયેલા બદલીના હુકમમાં રાજકોટમાંથી સ્વરૂૂપ ભટ્ટ કે જેવો હેડ ક્વાર્ટર રાજકોટમાં કરજ બજાવતા હતા તેમને આણંદમાં મુકાયા છે તેમજ રાજકોટમાં કરજ બજાવી રહેલાં મુકેશકુમાર સિન્હા જે આઈ ટી ઓ ઓડિટમાં કરજ બજાવતા હતા તેમને ભરૂૂચ પોસ્ટીંગ અપાયું છે. જ્યારે રાજકોટ સેક્ટર અંતર્ગત આવતા ગાંધીધામમાં આશુતોષ ભૂષણસિંગને ભરૂૂચ, જૂનાગઢમાં કરજ બજાવતા સુરેશ ચાંદને અમદાવાદ મુકાયા છે જયારે રાજકોટ પોસ્ટીંગ અપાયેલ અધિકારીઓમાં અમદાવાદથી ચેતન થેગડી, સલીમ કાબાણી, પીનેશ શાહ, ભંવરલાલ,તપેશ સોની જયારે મોરબીથી વીરેન મહેતા, દુષ્યંત જોશી,જીગ્નેશ સંઘાણી,પ્રતિક કુમાર,જામનગરથી મુકેશ સોનેજી,પોરબંદરથી રાજીવ કુમાર,સુરતથી સુરેશ ગણાત્રા, જામનગરથી સીમીર ત્રિવેદી, જૂનાગઢથી હિરેન કલ્યાણી,અમરેલીથી મનીષ કેશવાણીને રાજકોટ મુકાયા છે.
રાજકોટથી બદલી થયેલ અધિકારીઓમાં પ્રિયવદન ડોડીયાને અમદાવાદ,મનીષ વર્માને અમદાવાદ,વીનેશ રાયઠઠ્ઠાને અમદાવાદ,આર્યન એમને અમદાવાદ,રાકેશ કુમાર મીનાને અમદાવાદ,વિક્રમસિંહ મીનાને વડોદરા અને પવનકુમાર, દિવ્યાંગ પરમાર, જગદીશ કુમાર સોલંકી અને સીમા દવેને અમદાવાદ અને કૌશિક જોશીને મોરબી,આરતી પંડ્યાને જામનગર,સંતોષ દવે,નીલેશ મકવાણાને જામનગર ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
રાજકોટના 16 ઇન્સ્પેકટરોની આંતરિક બદલી
રાજકોટના આવકવેરા વિભાગમાં અલગ અલગ બ્રાંચના 16 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરેશ અરોરાને વોર્ડ-2 થી હેડકવાર્ટર વોર્ડ-1માં, મહેન્દ્ર પરિખને, ઓડીટ માંથી વોર્ડ-1માં, સંતોષ કુમારને વોર્ડ-2,ગૌરવ કુમાર ને વોર્ડ-2 (એક્સએમ્પ્શન) થી વોર્ડ-2માં, દિવ્યરાજસિંહ જાડેજાને ઓડીટ-1 માંથી ઓડીટ-2માં,વિજય કરકરને વોર્ડ-2 માંથી વોર્ડ-1માં તેમજ તાહિર ટીનવાલા,હિતેશ જાની,રાજેશ પિલ્લાઇ,નરેન્દ્ર કુમાર,દક્ષા શાહ, ફારુક વકીલ, પ્રિતજ કુમાર ગોસ્વામી, જાલજા કુમાર,મનીષ કુમાર મિશ્રા,અમિત કુમારની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ પણ અપાયો છે.