ભોલે આર્કેડમાં 12 ઓફિસ સહિત 33 મિલકતો સીલ
રહેણાકનું એક નળ જોડાણ કટ, 15ને જપ્તીની નોટિસ, સ્થળ ઉપર 30.04 લાખની વસૂલાત
વેરાવિભાગ દ્વારા આજરોજ રિકવરી ઝુંબેશ અંતર્ગત લોહાણાપરામાં ભોલા આર્કેડની 12 ઓફિસ સહિત કુલ 33 મિલ્કતો સીલ કરી હતી તેમજ એક રહેણાકની મિલ્કતનું નળ જોડાણ કાપી 15 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર, રૂા. 30.04 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા 150 ફૂટ રીગ રોડ પર આવેલ મોર્નિગ સ્ટાર 1-યુનિટ ની નોટીસ સામે રીકાવરી રૂૂ.1.50 લાખ, શાસ્ત્રીનગર મેંઇન રોડ પર આવેલ 1-યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.51,958, 150 ફૂટ રીગ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.59,550, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ને સિલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સિલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ ફર્સ્ટ ફ્લોર શોપ નં-103 ને સિલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-202 ને સિલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-207 ને સિલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6,7 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.327 લાખની વસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વયારા લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8 ,9 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.06 લાખ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં-206 ને સિલ મારેલ, રોહિદાસ પરા મેંઇન રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત, નવાગામ રોડ પર આવેલ એક્ષ.વાય.ઝેડ.કોમ્પ્લેક્ષફર્સ્ટ ફ્લોર શોપ ન-3ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા.56,755, પેડક રોડ પર આવેલ મીરા પાર્ક શોપ નં -16 ની નોટિસ સામે રિકવરી 30,500, સત કબીર રોડપર આવેલ મેહુલ પ્રિન્ટર ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.31,380, મવડી વિસ્તાર માં આવેલ ગેલેક્ષી કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફ્લોર શોપ નં-1 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.51,325, મવડી વિસ્તાર માં આવેલ ગેલેક્ષી કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફ્લોર શોપ નં-2 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી કરી હતી.