For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકત વેરાના 33 કરોડ માગ્યા તો રેલવેએ સામી ઉઘરાણી કાઢી

05:09 PM Mar 30, 2024 IST | Bhumika
મિલકત વેરાના 33 કરોડ માગ્યા તો રેલવેએ સામી ઉઘરાણી કાઢી
  • આકારણી સહિતના વાંધાવચકા કાઢી રેલવે વિભાગે મેન્ટનન્સ તેમજ અન્ય ભાડાપેટે 27 કરોડ સામા માગ્યા
  • કોર્પોરેશન કાળજાળ : પહેલા અમારા પૈસા ભરો તો જ તમારું કંઈક કરશું તેવો કરારો જવાબ આપ્યો
  • "કંપની મનપાને પ્રતિટન રૂપિયા 57 પ્રીમિયમ પેટે ચૂકવશે"

મહાનગર પલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કતવેરાની આવક હવે વર્ષને એક દિવસ બાકી છે ત્યારે નોંધપાત્ર 360 કરોડે પહોંચી ગઈ છે. પરંતુ એક દિવસમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા 15 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવી અસંભવ છે. ત્યારે સરકારી મિલ્કતોના બાકી વેરા માટે ફરી વખત વિભાગોને સુચિત કરવામાં આવી રહ્યા છે. જેમાં રેલવે વિભાગે સમયસર વેરો ભરપાઈ ન કર્યો હોવા છતાં હવે આકરણી સહિતના વાંધા વચકા કાઢી મિલ્કત વેરો વધારે છે તેમ જણાવી મેન્ટેનન્સ અને ભાડા સહિતના બીલો બનાવી 33 કરોડના મિલ્કત વેરા સામે 27 કરોડની સામી ઉઘરાણી કરતા કોર્પોરેશને પણ પહેલા પૈસા ભરો પછી તમારુ વિચારશું તેમ જણાવી દેતા મામલો ખોરંભાયો છે.

Advertisement

મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરની 5.30 લાખ મિલ્કતો પાસેથી મિલ્કતવેરો લેતા લક્ષ્યાંક મુજબ 375 કરોડની આવક થતી હોય છે. આ વર્ષે હવે એક દિવસ બાકી હોય આવક 360 કરોડે પહોંચી છે ત્યારે બાકીના 15 કરોડ ભેગા કરવા માટે સરકારી મિલ્કતોને વેરો ભરવા માટેની અંતિમ સુચનાઓ આપી છે. રેલવે, એસટી, એજી કચેરી, ઈન્કમટેક્સ કચેરી, પોલીસ કચેરી, કલેક્ટર કચેરી સહિતની કચેરીઓના કરોડો રૂપિયાના મિલ્કત વેરાની આખુ વર્ષ ઉઘરાણી કરવી પડે છે. જેમાં ખાસ કરીને રેલવે વિભાગ પાસે વારંવાર વેરા માટે સુચનાઓ આપવી પડે છે. ત્યારે હવે એક દિવસ બાકી છે અને રેલવે વિભાગે મિલ્કત વેરો ભરવાના બદલે સામી ઉઘરાણી કાઢી છે. કોર્પોરેશને થોડા સમય પહેલા રેલવે વિભાગની 14 કરોડ રૂપિયાની મિલ્કતવેરાની ઉઘરાણી કાઢી હતી અને તે સમયે રેલવે વિભાગની અમુક છુપી મિલ્કતોનો સર્વે કરી મિલ્કત વેરાની રકમ 33 કરોડે પહોંચાડી આ અંગેની નોટીસ પાઠવી હતી. જેના કારણે રેલવે વિભાગે પણ અમારી તમામ મિલ્કતોની આકરણીમાં ભૂલ છે તેમ જણાવી મિલ્કતવેરો ન ભરવો પડે તેવું વલણ અપનાવી વેરો અટકાવી દીધો છે અને કોર્પોરેશનને પડ્યયા ઉપર પાટું જેવો ઘાટ ઘડાય તે માટે થઈને સામી 27 કરોડની ઉઘરાણી કાઢી છે. રેલવે વિભાગે પોતાના અંડરમાં થયેલા મહાનગરપાલિકાના બ્રીજ તેમજ અન્ય જમીનોનું ભાડું તથા વાર્ષિક મેન્ટેનન્સ સહિતનો હિસાબ લગાવી રૂા. 27 કરોડ કોર્પોરેશન પાસે માગતા મામલો ગુચવાયો છે. રેલવે વિભાગના વેરા અંગે મનપાના વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ દર વર્ષે રેલવે વિભાગ દ્વારા આખુ વર્ષ નોટીસો આપ્યા બાદ વર્ષના અંતે વેરો ભરપાઈ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે રૂા. 33 કરોડ જેવી મોટી રકમ માટે સુચના આપવામાં આવી હોવા છતાં તેઓએ અલગ અલગ પ્રકારના બીલ તૈયાર કરી રૂા. 27 કરોડ મનપાએ ચુકવવા તેવું જણાવ્યું છે પરંતુ મિલ્કત વેરો પ્રથમ ભરપાઈ કરો ત્યાર બાદ રેલવે વિભાગના તમામ બીલ ચુકવવામાં આવશે તેમ જણાવી દેવામાં આવ્યું છે. આથી હાલ ચાલુ વર્ષમાં રેલવે વિભાગનો વેરો ભરપાઈ થાય તેવી શક્યતા છે નહીં છતાં નવા વર્ષમાં સમજુતીના આધારે સંભવત રેલવે વિભાગ રૂા. 33 કરોડનો વેરો ભરપાઈ કરે તેવું લાગી રહ્યું છે.

એમઓયુ બન્ને વિભાગ ભૂલી ગયા
મહાનગરપાલિકાને રેલવે વિભાગ સાથે કાયમી પનારો પડેલો રહે છે કારણ કે, રોડ-રસ્તા તેમજ બ્રીજ બનાવવા માટે રેલવેની જમીન તથા રેલવે ટ્રેકનો ઉપયોગ કરવો પડે છે પરિણામે બન્ને વિભાગ તરફથી નિયત કરેલ ફી પેટેની રકમની લેણદેણ થતી હોય છે. જેની ઉઘરાણીમાં વધુ સમય લાગતો હોય રેલવે વિભાગ સાથે મહાનગરપાલિકાએ એમઓયુ કર્યા હતાં તે મુજબ બન્નેની ઉઘરાણીમાં તફાવતની રકમ હોય તે તુરંત ચુકવવી પરંતુ આ એમઓયુ થયા બાદ તેની અમલવારી આજ સુધી કરવામાં આવી નથી. જેના કારણે આજે ફરી વખત મિલ્કતવેરા મુદ્દે અને રેલવે મેન્ટેનન્સ ભાડા સહિતના મુદ્દે કોકડું ગુંચવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement