મનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની 128 ખાલી જગ્યા ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.04/05/2025 ના રોજ ગુજરાત રાજ્યના રાજકોટ શહેર, અમદાવાદ શહેર અને વડોદરા શહેર ખાતે આયોજન કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની અતિ મહત્વની આ પરીક્ષામાં રાજકોટ શહેરમાં 111 કેન્દ્રો, અમદાવાદ શહેરમાં 87 કેન્દ્રો તેમજ વડોદરા શહેરમાં 27 કેન્દ્રો, એકંદરે કુલ-60525 જેટલા બહોળા પ્રમાણમાં ઉમેદવારોએ અરજી કરેલ હોવાથી જુદા-જુદા શહેરો ખાતે કુલ 225 જેટલા પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 60525 ઉમેદવારોમાંથી અંદાજિત 32598 ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવેલ અને અંદાજિત 27927 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહેલ હતા. ઉમેદવારોને પરીક્ષા સમયના 01(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
આમ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.04/05/2025 નાં રોજ યોજાયેલ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.