રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકમેળામાં આરોગ્ય-ફાયર-ફૂડ અને સફાઈ માટે 320 કર્મી ખડેપગે

03:52 PM Aug 23, 2024 IST | admin
Advertisement

ત્રણ પાળીમાં 240 સફાઈ કામદારો તથા આરોગ્ય વિભાગની ડોક્ટર સાથેની ટીમ તૈનાત રહેશે, ફૂડ વિભાગ દ્વારા તમામ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં સતત ખાદ્ય પદાર્થની ચકાસણી કરી સેમ્પલ લેવામાં આવશે

Advertisement

રાજકોટના લોકપ્રિય ધરોહર મેળામાં તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં અવાી છે. પરંતુ આગની દુર્ઘટના બાદ સાવચેતીના પગલા રૂપે સરકાર દ્વારા જાહેર કરાવમાં આવેલ એસઓપીનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર તથા લોકોના આરોગ્ય માટે થઈને ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમને ચાર દિવસ સતત મેળામાં તૈનાત કરવામાં આવી છે. તેવી જ રીતે પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ પાળીમાં 320 સફાઈ કામદારોને ગોઠવી જેસીબી તેમજ ટીપરવાન અને ડમ્પર સહિતની 24 કલાક કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

રાજકોટના જન્માષ્ટમીના લોકપ્રિય ધરોહર મેળામાં જે વિભાગ પાસે કામગીરી આવી છે તે તમામ પૂર્ણ થઈ ચુકી છે. ચાર દિવસ યોજાનારા મેળામાં અંદાજે 15 લાખથી વધુ મેદની ઉમટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મેળામાં આવનાર તમામ લોકોના આરોગ્ય માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મેળામાં જ એક સ્ટોલ તૈયાર કરી ઈમરજન્સી સારવાર માટેની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જ્યાં ડોક્ટર-નર્સ સહિતનો મેડીકલ સ્ટાફ સતત ચાર દિવસ 24 કલાક સેવા આપશે તેવી જ રીતે મેળામાં એકઠા થતાં કચરાના નિકાલ અને કચરો એકઠો કરવા માટે પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ પાળીમાં કામ કરવામાં આવશે. પ્રથમ પાળીમાં 60 સફાઈ કામદારો તથા બીજી પાળીમાં 60 સફાઈ કામદારો અને રાત્રીની પાળીમાં 120 સફાઈ કામદારો સહિત 240 સફાઈ કામદારો કચરો એકઠો કરી તેમજ ખાણી-પીણીના સ્ટોલમાં મુકવામાં આવેલ ડસ્ટબીનમાં એકઠા થતાં કચરા સહિતનો નિકાલ કરશે. જેના માટે જેસીબી અને સમય મુજબ ફેરા કરવા માટે ડમ્પર મુકવામાં આવ્યા છે. મેળો પૂર્ણ થયા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડની સંપૂર્ણ સફાઈ પર્યાવરણ વિભાગ દ્વારા અંતિમ દિવસે કરવામાં આવશે. મેળામાં આગની દુર્ઘટનાનીરોકથામ માટે ફાયર વિભાગ દ્વારા આ વર્ષે બેના બદલે ચાર ફાયર ફાઈટર સ્થળ ઉપર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળાના ચારેય ખુણેથી આગસમન માટે સ્ટાફ 24 કલાક તૈયાર રહેશે. તેવી જ રીતે ચોકડી વ્યુહથી બે નાના અને બે મોટા ફાયર ફાઈટરો ગોઠવવામાં આવશે.

મેળામાં દરેક 50 મીટરન અંતરે પાણી ભરેલા ડ્રમ રાખવામાં આવશે તેમજ 10ના બદલે 20 ફાયર ફાઈટર 3 શિફ્ટમાં કામગીરી હાથ ધરશે. ત્રણેય શિફ્ટમાં તમામ પ્રકારની ફાયરની કામગીરી માટે ફાયર ઓફિસર સહિતનો 60 કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જ્યારે ફૂડ વિભાગ દ્વારા લોકમેળામાં ભાગ લેતા ફૂડ બિઝનેશ ઓપરેટરોને ટેમ્પરરી ફુડ લાયસન્સ /રજીસ્ટ્રેશન આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લોકમેળા તથા પ્રાઈવેટ મેળામાં ફૂડ બિઝનેશ ઓપરેટરો દ્વારા બીનઆરોગ્યપ્રદ ખાદ્ય5દાર્થોનુ વેચાણ ન થાય તેમજ વેચાણ સ્થળે હાઇજીનીક કન્ડિશનની જાળવણી થાય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવશે. તથા જરૂૂર જણાયે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અન્વયે ઘોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિશેષમાં ફૂડ સેફ્ટી વ્હીલ્સ વાન દ્વારા સ્થળ પર ટેસ્ટિંગ/અવેરનેશ/ટ્રેનીંગ અંગેની કામગીરી કરવામાં આવશે.

તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ
જન્માષ્ટમીના લોકમેળામાં મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય, ફાયર, ફૂડ અને સફાઈ માટે 320થી વધુ અધિકારી અને કર્મચારીઓને ચાર દિવસ માટે મેળામાં તૈનાત કરવામાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેના કારણે આ ચારેય વિભાગમાં ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓની જન્માષ્ટમીની રજાઓ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Tags :
firefoodgujaratgujarat newslokmelarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement