For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

32 અર્વાચીન ગરબા આયોજનમાં મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી દોડાદોડી

04:53 PM Sep 20, 2025 IST | Bhumika
32 અર્વાચીન ગરબા આયોજનમાં મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી દોડાદોડી

નવરાત્રિના આડે એક દિવસ જ બાકી, પોલીસ સ્ટેશનોમાં જઈ ગરબે ઘુમતા આયોજકો, પોલીસ અધિકારીઓ ગૃહપ્રધાનના બંદોબસ્તમાં વ્યસ્ત

Advertisement

નવરાત્રિના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજકોટના 32 અર્વાચીન ગરબાના આયોજકો સામે એક મોટી સમસ્યા આવીને ઉભી છે. રાજકોટના 32 અર્વાચીન ગરબા આયોજકોને હજી સુધી જરૂૂરી મંજૂરી મળી નથી, જેના કારણે તેઓ ચિંતામાં મુકાયા છે. મંજુરી ન મળવાને કારણે આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે.

રાજકોટમાં એક તરફ પોલીસ અધિકારીઓ કેન્દ્રીય ગુહ પ્રધાન અમિત શાહના સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત છે અને કાલે રવિવાર જાહેર રજા હોય સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે એક દિવસમાં મંજુરી મળશે કે કેમ ? તે સમસ્યા આયોજકો સામે આવીને ઉભી થઈ છે. નવરાત્રિને આડે હવે એક જ દિવસ બાકી છે. ત્યારે અલગ-અલગ વિભાગની મંજૂરી લેવાની હોવાને લીધે આયોજકો અવઢવમાં મૂકાઈ ગયા છે.

Advertisement

રાજકોટમાં 32 અર્વાચીન ગરબા આયોજકો પોલીસ સ્ટેશને જઈ ગરબે ઘૂમી રહ્યા છે કારણ કે, પોલીસ દ્વારા અત્યાર સુધી એકપણ આયોજકને મંજૂરી આપવામાં આવી નથી. શહેરના અંદાજે 32 જેટલા આયોજકોએ અલગ-અલગ વિભાગોમાં મંજૂરી માટે અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈને મંજૂરી મળી નથી. ખાસ કરીને આવતી કાલે રવિવાર છે અને સરકારી કચેરીઓ બંધ રહેવાની હોવાથી આયોજકોની ચિંતામાં વધારો થયો છે.

ત્યારે છેલ્લી ઘડી સુધી ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને અત્યાર સુધી 50 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી 47 આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ફાયર વિભાગની કડક ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે. આ હજુ પણ આયોજકો અરજી કરી શકે છે રવિવા રજા હોવા છતાં સ્થળ તપાસ કરી મંજુરી આપવામાં આવશે તેમ ફાયર ઓફિસર દ્વારા જણાવ્યું હતું. 32 જેટલા અર્વાચીન રાસોત્સવનાં આયોજકોને હજુ મંજૂરી મળી નથી. એક પણ આયોજકોને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

મોટાભાગનાં આયોજકો દ્વારા લાઈસન્સ વિભાગમાં અરજી કરવામાં આવી છે. કાલે રવિવાર હોવાથી જાહેર રજા છે અને બીજી તરફ સોમવારે કેન્દ્રીય ગુહ પ્રધાન અમિત શાહ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે સોમવાર સાંજ સુધીમાં મોટા ભાગનાં આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા છે. નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અર્વાચિન ગરબા આયોજકો માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. અને તેનો કડક પણે અમલ કરાવવા પણ સુચના આપી છે ગરબા આયોજકોને આ નવા આકરા નિયમોના કારણે મંજુરી લેવામાં પરસેવો છુટી જાય તેવા નિયમો બનાવાયા છે.

ગરબા આયોજકોને ગ્રાઉન્ડમાં લગાવેલા સીસીટીવી તેમજ સાઉન્ડ અને ભાડે આપનાર ગ્રાઉન્ડ માલીકે પણ પોલીસને ગરબા આયોજકો વતી ફરજિયાત વિવિધ બાંહેધરીઓ આપવી પડશે. તેમજ કોઈપણ ભોગે રાતના 12ના ટકોરે ગરબા બંધ કરી દેવા પડશે અને જો 12 વાગ્યા પછી ગરબા આયોજકો ગરબા ચાલુ રાખશે તો તેના માટે આયોજક સાથે સાઉન્ડ ભાડે આપનારની જવાબદારી બનશે અને તેની સામે પોલીસ ગુનો નોંધશે.

મંજૂરી વગર વન-ડે ગરબાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે; જવાબદાર કોણ ?
રાજકોટમાં અર્વાચીન રાસોત્સવના આયોજકોને મંજુરીને માટે છેલ્લા ઘણા દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યાં છે. એક તરફ હજુ સુધી એક પણ આયોજકને પોલીસ તરફથી મંજુરી આપવામાં આવી નથી તેવું પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મહત્વની વાત એ છે કે નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ વેલકમ નવરાત્રિનાં નામે શહેરમાંભરમાં અલગ અલગ સ્થળોએ વન ડે ગરબાનું આયોજન થાય છે ત્યારે શું આવા આયોજનો મંજુરી વગર જ ચાલી રહ્યાં છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં આ 32 જેટલા અર્વાચીન ગરબાના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રીના નામે અનેક આયોજનો થઈ ચુકયા છે અને હજુ પણ આજે અને કાલે વેલકમ નવરાત્રીનાં આયોજન થનાર છે ત્યારે મંજુરી વગરના આ આયોજનો કરનાર સામે શું પોલીસ કાર્યવાહી કરશે ? તેમજ આ આયોજન મંજુરી વગર થયા છે તે માટે જવાબદાર કોણ ? તે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement