રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુવાડવા રોડ પર રાજા રણછોડ સહિત 31 એકમોને લાગ્યા સીલ

06:00 PM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા આજે મોટા એકમો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી કુવાડવા રોડ ઉપર આવેલ પ્રખ્યાત રાજા રણછોડ સહિત 31 એકમોને સીલ કરવામાં આવ્યા હતાં.તેમજ 15 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી 4 નળ જોડાણ કાપી રૂા. 43.34 લાખની વસુલાત કરી હતી.વેરાવિભાગ દ્વારા આજે આર્યાનગરમાં 3-નળ કનેક્શન ક્પાત, કુવાડવા રોડ પર આવેલરાજા રણછોડને સીલ મારેલ, રણછોડનગરમાંપુજારા ટેલીકોમની નોટીસ સામે રીકવરી રૂૂ.75,174 નો ચેક આપેલ, સંત કબીર રોડ પર આવેલ પારૂૂલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર માં 2-યુનિટને સીલ મારેલ, મહિકા માર્ગ પર આવેલ ગેલ માં હાર્ડવેરના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.65,600, ભાવનગર રોડ પર આવેલ સત્યમ પાર્કમા 1-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂૂ.75,000 નો ઙઉઈ ચેક આપેલ, સંત કબીર રોડ પર આવેલ ગઢીયાનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકાવરી રૂૂ.70,000, સંત કબીર રોડ પર આવેલ હરી ઓમ સેલ્સની નોટીસ સામે રીકવરી રૂૂ.67,000, ગુડ ફળા; ટ્રાન્સપોર્ટ નગરમાં 1-યુનિટને નોટીસ આપેલ, પરાબજારમાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.15 લાખની વસુલાત કરી હતી.

વેરાવિભાગ દ્વારા આજે સુભાષ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.00 લાખ, સોનીબજાર મા બાલાજી ચેમ્બરર્સથર્ડ ફ્લોર શોપ નં-305 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.01 લાખ, કાલાવાડ રોડ પર આવેલ ગિરીરાજ રેસ્ટોરન્ટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.08 લાખ, કાલાવાડ રોડ પર આવેલ પબ્લિક હાઉસિંગ રુડાના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ સુયોગ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-1 ને સીલ મારેલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ તીરૂૂપતી નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.90,000, વૈધવાડીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.56,500, ઉમાકાન્ત ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રૂૂ.1.45 લાખની વસુલાત કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement