For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

13 દિવસમાં 31 કરોડ ભેગા કરવા વેરાવિભાગની ધોંસ, 9 મિલકત સીલ

03:22 PM Mar 18, 2024 IST | Bhumika
13 દિવસમાં 31 કરોડ ભેગા કરવા વેરાવિભાગની ધોંસ  9 મિલકત સીલ
  • રહેણાકના 3 નળ જોડાણ કટ, 25 આસામીને જપ્તીની નોટિસ આપી રૂા. 50.10 લાખની વસૂલાત

નાણાકીય વર્ષ પૂરૂૂ થવાને 15 દિવસ બાકી હોઈ મનપાના વેરાવિભાગે બાકીદારો પર ઘોંસ બોલાવી આજે વધુ 9 મિલ્કત સિલ કરી, ત્રણ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 50.10 લાખની વેરા વસુલાત કરી હતી.વેરાવિભાગ દ્વારા પેડક રોડ પર આવેલ ભવનાથ એન્ટરપ્રાઇઝ ફર્સ્ટ ફ્લોર શોપ નં-1 ની નોટિસ સામે રિકવરી રૂૂ.53799, પેડક રોડ પર આવેલ ભવનાથ એન્ટરપ્રાઇઝ ફર્સ્ટ ફ્લોર શોપ નં-2 ની નોટિસ સામે રિકવરી રૂૂ.67,701, માર્કેટીગ યાર્ડમાં 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.30,276, ભાવનગર રોડ પર આવેલ શ્રમજીવી સોસાયટીમાં શેરી નં-6માં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.40,000નો ચેક આપેલ, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.34,100, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમાં 2-નળ કનેક્શન કપાતા સામે રિકવરી રૂૂ.70,00, ભાવનગર રોડ પર આવેલ સત્યમ પાર્કમાં 1-નળ કનેક્શન કપાત, કનક રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રૂ.1.00 લાખની વસુલાત કરી હતી.

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા આજે ઢેબર રોડ પર આવેલ સંકલ્પ હોસ્પીટલ ફર્સ્ટ ફ્લોર-3 સેક્ધડ ફ્લોર-2 ફળા;થર્ડ ફ્લોર-2 ની નોટિસ સામે રિકવરી રૂૂ.6.50 લાખ, કેનાલ રોડ પર આવેલ નિર્મળા કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર 5-યુનિટ ને સીલ મારેલ, ગોડલ રોડ પર આવેલ વિજય પ્લોટ માં 1-યુનીટને નોટિસ સામે રિકવરી રૂૂ.1.65 લાખ, કેનાલ રોડ પર આવેલ શ્રી નાથજી કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-104 ને સીલ મારેલ, કેનાલ રોડ પર આવેલ શ્રી નાથજી કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-105 ને સીલ મારેલ, નિર્મળા રોડ પર આવેલ નિર્મલ આશીષમાં 1-યુનિટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.1.28 લાખ, 150 ફીટ રીગ રોડ પર આવેલ ઓમનગર માં શોપ નં-10ને સીલ મારેલ, વૈધવાડી શેરીનં-1મા 1-યુનિટને નોટિસ આપેલ, મવડી પ્લોટ રોમાની એસ્ટેટ માં 2-યુનિટને નોટિસ આપેલ, મણીનગરમાં 1-યુનિટને નોટિસ આપેલ, ગોકુલનગરમાં શેરી નં-5 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂૂ.73,760, મણીનગર શેરી નં-9 મા 1-યુનિટને નોટિસ આપેલ, મણીનગર શેરી નં-3મા 1-યુનિટને નોટિસ આપેલ, ગીતાનગરમાં 3-યુનીટને નોટિસ આપેલ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement