લોખંડના રોલ ભરી મેટોડા જતા ટ્રકમાંથી 300 બોટલ વિદેશી દારૂ પકડાયો
લોખંડના રોલ ભરી મેટોડા જતા ટ્રકને શહેરના નવા 150 ફુટ રીંગ રોડ ઉપરના પરસાણા ચોક નજીકથી ક્રાઈમ બ્રાંચે રોકી તપાસ કરતા તેમાંથી રૂૂ.3.89 લાખની 300 બોટલ દારૂૂ મળી આવ્યો હતો.દરોડામાં ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. ક્રાઈમ બ્રાચે રૂૂ.13.74 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ચૌહાણ,યુવરાજસિંહ ઝાલા અને અશોકભાઈ ડાંગરને મળેલ બાતમી મળી હતી કે દારૂૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોય જેના આધારે નવા 150 ફુટ રીંગ રોડ ઉપરના પરસાણા ચોક નજીક વોચ ગોઠવી હોય ત્યારે ટ્રક નં. જી.જે.03.બી.ડબલ્યુ-8519ને અટકવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક થોડે દુર ટ્રક રેઢો મૂકી ભાગી ગયો હતો. ટ્રક માં તપાસ કરતા લોખંડના રોલ ભરેલા હોય તેમાં અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂૂનો જથ્થો છુપાવ્યો હતો.રૂૂ.3,89,160 લાખની 300 બોટલ દારૂૂ સહીત રૂૂ.13.74 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. ડીસીપી (કાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી બી.બી.બસીયા સુચના અન્વયે ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.