એક સાથે 30 હજાર લોકોએ લીધો અંગદાનનો સામૂહિક સંકલ્પ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે દરમિયાન ઐતિહાસિક ઘટના: શપથ સમયે અભૂતપૂર્વ માહોલ સર્જાયો, ICCનું અનોખું આયોજન
શહેરમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે મેચ રમાઈ . જેમાં ફરી એકવાર આજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. મેચ જોવા માટે સ્ટેડિયમમાં એક લાખ કરતા પણ વધુ લોકો આવ્યા હતા. જેમણે મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો. જોકે મેચ જોવા આવેલા 30 હજાર ક્રિકેટ રસિકોએ અંગદાનના શપથ લીધા હતા. તે સમયે સ્ટેડિયમમાં કંઈક અલગ જ માહોલ લોકોમાં જોવા મળ્યો હતો.
પહેલી વાર સ્ટેડિયમમાં આ રીતે એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ICC ચેરમેન પદ લીધા બાદ જય શાહ દ્વારા પ્રથમ વખત યોજાઈ રહેલી આંતરરાષ્ટ્રીય મેચમાં ઓર્ગન ડોનેશન માટે ખાસ કેમ્પેઈન રાખવામાં આવ્યું હતું. જેમાં 30 હજારથી વધુ લોકોએ અંગદાન માટે શપથ લીધા હતા. એક નવી પહેલ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના મનોરંજનની સાથે સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે ઓર્ગન ડોનેશન માટે કરાયેલ ખાસ પહેલની ટિકિટ પણ છાપવામાં આવી હતી. જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં રેકોર્ડ સર્જાયો છે. હજારો લોકોએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં આજ સુધી સ્ટેડિયમમાં આવો માહોલ ક્યારેય જોવા નહોતો મળ્યો.
ઉલ્લેખનીય છે કે ICCના ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં અંગદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમાં ઈનિંગ બ્રેક વચ્ચે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રેક્ષકો દ્વારા આ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ઇઈઈઈં અને રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજિસ્ટ્રેશન માટે આ અનોખી પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.