For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પલેક્સની 10 દુકાન સહિત 30 મિલકતોને લાગ્યા સીલ

06:36 PM Feb 05, 2024 IST | Bhumika
પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પલેક્સની 10 દુકાન સહિત 30 મિલકતોને લાગ્યા સીલ

6 નળજોડાણ કટ, 10 મિલકતોને જપ્તીની નોટિસ, સ્થળ ઉપર રૂા. 74.44 લાખની વસુલાત

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા આજે પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પલેક્ષમાં એક સાથે 10 દુકાનો સહિત વધુ 30 મિલ્કતો સીલ કરી હતી. તેમજ 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના 6 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 74.44 લાખની વસુલાત કરી હતી.

મનપાના વેરાવિભાગ દ્વારા આજે ભીમા શેરીમાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.60 લાખ, ગાયકવાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.15 લાખ, ભાવનગર રોડ પર 2-નળ કનેક્શન ક્પાત, માંડા ડુંગર રોડ પર આવેલ 1-નળ કનેક્શન ક્પાત, કેનાલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.20 લાખ, સુભાષ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.8.07 લાખ, કનસારા બજારમાં 1-યુનિટ સીલ, કરણપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી 96,381,, પ્રહલાદ પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.92,060, ઢેબર રોડ પર અ1-નળ કનેક્શન ક્પાત, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ, વાવડી વિસ્તારમાં આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરે રૂૂ.1.34 લાખ, ‘ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરે રૂૂ. 74,100, મવડી વિસ્તારમાં 1-યુનિટની નોટીસ સામે રૂ.77,000ની રિકવરી કરી હતી. મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે વાવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.69,480,વૈધવાડીમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.45,000, મવડી ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.86 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.78 લાખ, અમરનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ, વૈધવાડીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.31 લાખ, કોઠારીયા બાય પાસ રોડ પર આવેલ 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement