ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટીપી સ્કીમમાં મળેલા 1624 માંથી 30 ટકા પ્લોટ ગાયબ

05:48 PM Jul 28, 2025 IST | Bhumika
Advertisement

અલગ-અલગ હેતુ માટે મળેલા પ્લોટ પૈકી અનેક ઓપન પ્લોટ પર દબાણો થઇ જતા મહત્ત્વના પ્રોજેકટો અને બગીચાઓ લટકી પડ્યા, ડિમોલિશન માત્ર કાગળ ઉપર

Advertisement

રાજકોટ શહેરમાં જેમ જેમ ટીપી સ્કીમો મંજૂર થવા લાગી તેમ તેમ મહાનગર પાલિકાને અલગ અલગ હેતુ માટેના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન અલગ અલગ વોર્ડમાંથી મહાપાલિકાને 1624 પ્લોટ પ્રાપ્ત થયા છે. આ પ્લોટ ઉપર લોકોના ઉપયોગી માટેના ઇન્ફાસ્ક્ટચર તેમજ બગીચાઓ આવાસ યોજનાઓ અને વેંચાણના હેતુ માટેના પ્લોટનો સમાવેશ થાય છે. પરંતુ દરેક વોર્ડમાં જરૂરિયતા મુજબના પ્રોજેકટ તૈયાર કરવા માટે મંજૂરી મળેલ ન હોય તેમજ અમૂક વિસ્તારોમાં હાલ ઇન્ફાસ્ક્ટરચરની જરૂરિયાત ન હોય આ પ્રકારના અનેક પ્લોટ નધણીયાતી હાલતમાં હોવાથી બાહુબલીઓ અને રાજકીય મળતીયાઓએ કબજો કરી લેતા 30 ટકા પ્લોટ મનપાના ચોપડે બોલે છે. પરંતુ સ્થળ ઉપર ગાયબ થઇ ગયાનું ટીપી વિભાગના સૂત્રોમાંથી વિગત પ્રાપ્ત થઇ છે.

મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનેક નવી ટીપી સ્કીમો મંજૂર કરવામાં આવી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ તમામ રોડ રસ્તાઓનો કબજો લેવાઇ ગયો છે. તેવી જ રીતે અમૂક રોડ રસ્તા પહોળા કરવા માટે લાઇન ઓફ ઓબ્લીક સ્ટ્રીટ હેઠળ આવરી દબાણ કરતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી થઇ ચૂકી છે. પરંતુ મહાનગપર પાલિકાને અલગ અલગ હેતુ માટે મળેલા 1624 પ્લોટ પૈકી અનેક પ્લોટ સ્થળ ઉપર શોધવા આજે મુશ્કેલ બન્યા છે. કારણકે છેલ્લા 25 વર્ષ દરમિયાન અનેક પ્લોટ પરથી દબાણો હટાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. નવા ભળેલા વિસ્તારોમાં તેમજ સેન્ટ્રલ ઝોનના અમૂક વોર્ડમાં આજે પણ સાર્વજનીક તેમજ અલગ અલગ હેતુ માટે ફાળવેલા પ્લોટ ઉપર દબાણો કરી દબાણ કરતા દ્વારા ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને દબાણકરતાઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવાની હિંમત અધિકારીઓ કરી શકતા નથી જેના લીધે આજે પણ અનેક પ્લોટ ઉપર વર્ષોથી દબાણો યથાવત રહ્યા છે.

મનપાને મડેલા 1624 પ્લોટ પૈકી 30 ટકા પ્લોટ પર આજે પણ દબાણો હોવાનુ જાણવા મળેલ છે. છતા ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા 900થી વધુ દબાણ કરતાઓને નોટીસ આપી અનેક દબાણોનુ ડિમોલેશન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ ડિમોલેશનમાં એક પણ સાર્વજનીક પ્લોટ કે મનપાના અલગ અલગ હેતુના પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા નથી. ફકત સૂચીતના બાંધકામો અને રોડ પહોંળા કરવા માટે નડતર રૂપ થતા બાંધકામોનુ તેમજ ધાર્મિક બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્યું છે. આથી ભવિષ્યમાં લોકોની જરૂરીયાત મુજબના ઇન્ફાસ્ક્ટચર બનાવવા માટે તંત્રને આ પ્રકારના લાગવગીયા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં પરસેવો વળી જશે તેવુ લાગી રહ્યુ છે.

ફરિયાદ કરો તો ભ્રષ્ટાચાર વધે છે
શહેરમાં કોઇ સ્થળે ગરેકાયદેસર બાંધકામ થતુ હોય તેની જાણ કારી એક જાગૃત નાગરિક દ્વારા ટીપી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મનપાના સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓને આધાર પૂરાવા સાથે આપવામાં આવે ત્યારે આ પ્રકારના બાંધકામનું ડિમોલીશન કરવાના બદલે અધિકારીઓ સાથે મીલીભગત કરી પદાધિકારીઓ દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામોને છાવરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે અધિકારીઓના ધ્યાનમાં આ પ્રકારના બાંધકામોના માલિકો પાસેથી મોટો તોડ કરવામાં આવતો હોાવની પણ લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે. આથી ટીપી વિભાગ હોય કે પ્રજાના ચૂટાયેલા પ્રતિનિધિઓ ગેરકાયદેસર બાંધકામો રોકવાના બદલે તેની વેગ આપી રહ્યા હોય તેવી સ્થિતિ આજે શહેરમાં જોવા મળી રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTP Scheme
Advertisement
Next Article
Advertisement