For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટર ઉપર 3 શખ્શનો હુમલો: ફરિયાદ

01:13 PM Mar 19, 2024 IST | Bhumika
અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટર ઉપર 3 શખ્શનો હુમલો  ફરિયાદ
  • ટ્રકની NOC બાબતે બોલાચાલી બાદ કરાયો હુમલો

કાગળ અને ભાષણમાં શાંત દેખાડાતું જામનગર જાણે ક્રાઈમના બોમ્બ પર 1 બેઠું હોય તેમ અવાર નવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસના સબ સલામતીના દાવા વચ્ચે પણ ચોરી, લૂંટફાટ તો ઠીક પરંતુ ખુલ્લેઆમ મારામારી અને હત્યા સહિતના બનાવો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ એડવોકેટની હત્યાનો ચક્યારી બનાવ સામે આવ્યા બાદ જામનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યાં હતાં તેવામાં ગઇકાલે સાંજે વધુ એક વખત ખુલ્લેઆમ હુમલાની ઘટનાને પગલે ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ આરોપીઓને જાણે પોલીસનો કોઇ ખૌફ જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ ગુન્હાને અંજામ આપી રહ્યાં છે. તેવામાં ગઇકાલે અંબર ચોકડી નજીક ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Advertisement

આ કેસ મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે જયઅંબે સોસાયટીમાં રહેતાં સાગરભાઇ ધિરજભાઇ ભાયાણી નામના 32 વર્ષિય યુવાન અને આરોપી જયરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ અને સુખદેવસિંહને ટ્રકની લેતીદેતીનો અગાઉનો વ્યવહાર હતો. આ દરમિયાન એક ટ્રકની એનઓસી મામલે બન્ને વચ્ચે ડખ્ખો થયો હતો. આ મામલે બોલાચાલી થયા બાદ આ પ્રકરણનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ ગઇકાલે સાંજના સમયાગાળા દરમિયાન અંબર ચોકડી પાસે સાગરભાઇ પર હુમલો કર્યો હતો.

આરોપી જયરાજસિંહ, મહિપાલસિંહ અને સુખદેવસિંહે લોખંડના પાઇપ અને ધોકાના ઝીંકતા સાગરભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આ અંગે સાગરભાઇએ ત્રણેય આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાવતા જામનગર સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.પી.અસારી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement