ઘોઘા નજીક ઘઉંનું કટિંગ મશીન નાળામાં ખાબકતા 3નાં મોત
- ત્રણેય શ્રમિક પંજાબના હોવાનુ ખુલ્યું, ક્રેનની મદદથી ડેડબોડી બહાર કઢાઇ
ભાવનગરનાં ઘોઘા તાલુકાના લાખણકા ગામે ઘઉંનું મશીન નાળા પરથી 20 ફૂટ નીચે ખાબકતા ત્રણ મજૂરોના મોત નીપજયા હતા . ક્રેઇનની મદદથી મશીન ઉચકી લાશ બહાર કાઢવામાં આવી હતી. પંજાબથી ઘઉંનો પાક લાણવા આવેલા મજૂરો લાખણકા વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા. તે દરમિયાન કટીંગ મશીન લઇજતી વેળા ડ્રાઇવરે કાબૂ ગૂમાવતા કટીંગ મશીન ખેતરની બાજુમાં આવેલ નાળામાં ખાબકતા મશીન નીચે દબાઇ જવાથી ત્રણ શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કેઇનની મદદથી ત્રણેય વ્યકિતની લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતના આ બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે વાળુકડ તરફ જવાના રોડ પર ઘઉં કટીંગ કરવાનું મશીન લઈ અને ત્રણ મજૂરો જઈ રહ્યા હતા તે સમયે કોઈ અગમ્ય કારણસર ચાલકે કાબૂ ગુમાવતા ઘઉં કટીંગ નું મશીન નાળા પરથી 20 ફૂટ નીચે ખાબક્યું હતું. જેને લઇ તેમાં રહેલા ત્રણ મજૂરો તેની નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો .ત્રણેય મજૂરો પંજાબના હોવાનું અને તેઓના નામ બાદલસિંહ ,જગપાલસિંહ અને મંગાસિંગ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ દ્વારા ત મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ઘઉંના કટર મશીન ની નીચે ત્રણ લોકો દબાઈ ગયા હોય સ્થાનિક લોકોએ કટર નીચેથી લાશને કાઢવાનો પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં સફળતા નહીં મળતા આખરે ક્રેઇન બોલાવવામાં આવી હતી અને મશીન ને ઊંચકી ત્રણ વ્યક્તિની લાશને બહાર કાઢવામાં આવી હતી.
ગોંડલના શિવરાજગઢની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંંકાવી
ગુજરાત મિરર, ગોંડલ તા.23 : ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ રહેતી આદીવાસી પરિણીતા એ સવારે ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું.એક વર્ષ નાં બિમાર પુત્ર ને દવાખાને લઇ જતી વેળા પતિ એ પરિણીતાને ના કહેતા લાગી આવતા ઝેરી દવા પી લઈ આત્મહત્યા કર્યા નું પોલીસ તપાસ માં ખુલવા પામ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ શિવરાજગઢ માં હીરાભાઈ વૈશ્ર્નવ ની વાડીએ પતિ,સાસુ સસરા સહિત નાં પરીવાર સાથે રહી ખેતમજુરી કરતી રવિનાબેન દુલાભાઇ મહીડા ઉ.18 એ ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યુ હતું.બાદમાં તેનાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. રવિનાબેનનાં એક વર્ષનાં પુત્રને તાવ આવતો હોય તેના પતિ દુલાભાઇ દવાખાને લઈ જતા હતા.ત્યારે રવિનાબેને દવાખાને સાથે આવવા જીદ કરતા પતિએ ના કહેતા પતિ પુત્ર ને લઈ દવાખાને ગયા બાદ પાછળથી રવિનાબેને ઝેર પી લીધુ હતુ.રવિનાબેન સગર્ભા હતા અને પેટમાં આઠ માસ નો ગર્ભ હતો. મુળ મધ્યપ્રદેશનો આદીવાસી પરીવાર છેલ્લા એક વર્ષ થી શિવરાજગઢ રહેતો હતો. બનાવ અંગે તાલુકા પીએસઆઇ સોલંકીએ તપાસ હાથ ધરી છે.