રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ જેલમાં 3 કેદીએ કાચનો ભૂકો અને બીમારીના ટીકડા ખાધા

02:01 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા કાટતા કેદીઓ અવાર નવાર કાચના ટુકડા અને બીમારીના વધુ પડતા ટીકડાઓ ખાઈને આપઘાતના પ્રયાસો કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટ સેન્ટ્રલજેલમાં સજા કાપતા ત્રણ આરોપીએ કોઈ અગમ્ય કારણોસર કાચનો ભુકો અને બિમારીના વધુ પડતા ટીકડા ખાઈ લીધા હતાં. ત્રણેય કેદીની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટેસિવિલહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં આવેલી સેન્ટ્રલજેલમાં સજા કાપતા રોહિત દિલિપભાઈ સોમવાણી, ઉ.વ.22, સુરેશ મોહનભાઈ મુછડિયા, ઉ.વ.22 અને ઈમરાન હારુનમીયા કાદરી ઉ.વ.24 સેન્ટ્રલજેલમાં હતા ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં કોઈ અગમ્યકારણસર કાચનો ભુકો અને બિમારીની વધુ પડતી ટીકડીઓ ખાઈ લીધી હતી. ત્રણેય કેદીની તબિયત લથડ્યાની જાણ થતાં જેલતંત્ર દ્વારા ત્રણેય કેદીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે તબીબે પોલીસ ચોપડે એમએલસી નોંધ દાખલ કરાવતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ મકવાણા સહિતનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અને પોલીસે મધ્યસ્થ જેલમાં સજા કાપતા ત્રણેય કેદીને કાચનો ભુકો અને બિમારીના વધુ પડતા ટીકડા ખાવા પાછળનું કારણ જાણવા પુછપરછ હાથ ધરી હતી.

પ્રાથમિક પુછપરછમાં સેન્ટ્રલજેલમાં સજા કાપતા અને ગઈકાલે જ સંધ્યાટાણે સેન્ટ્રલજેલમાં કાંચનો ભુકો અને બિમારીની વધુ પડતી દવા પીલેનાર રોહિત સોમવાણી હત્યાના ગુનામાં ચાર માસથી સુરતથી અહીં આવ્યો છે. જ્યારે સુરેશ મુછડિયા રાજકોટના ભગવતીપરા વિસ્તારનો વતની છે અને છેલ્લા પાંચ વર્ષથી હત્યાના ગુનામાં સજા કાપી રહ્યો છે. જ્યારે ઈમરાન કાદરી છ વર્ષથી હથિયારના ગુનામાં સેન્ટ્રલજેલમાં સજા ભોગવી રહ્યો છે. ત્રણેય કેદીએ કોઈ અગમ્ય કારણોસર કાચનો ભુકો અને બિમારીના વધુ પડતા ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી સેન્ટ્રલજેલમાં કાચનો ભુકો અને બિમારીની વધુ પડતી ગોળીઓ ખાઈલેનાર ત્રણેય કેદીની પુછપરછ હાથ ધરી કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot jailrajkot news
Advertisement
Next Article
Advertisement