રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તબીબી છાત્ર, સિવિલના કર્મચારી સહિત 3ના હાર્ટએટેકથી મોત

04:25 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે હાર્ટએટેકથી વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં જામનગરમાં એમબીબીએસનો છાત્ર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ઓટી આસીસ્ટન્ટ સહિત ત્રણ લોકોનાં હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના બિલેશ્ર્વર રાજગઢ ગામના વતની અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થીયેટરમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતાં દિલીપ જેરામભાઈ જાડા નામનો 39 વર્ષનો યુવાન સવારે 9 વાગ્યાના અરસામા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા ઓપરેશન થીયેટરમાં ફરજ પર હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવાર અને સહકર્મચારીઓમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક દિલીપભાઈ જાડા ત્રણ ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. દિલીપભાઈ સિવિલ હોસ્પિટલમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતાં હતાં અને દરરોજ પોતાના ગામથી અપડાઉન કરતાં હતાં. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં જામનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં ખઇઇજનો અભ્યાસ કરતા 19 વર્ષીય કિશન માણેકનું હાર્ટ એટેકથી અકાળે અવસાન થયું છે. આ ઘટનાએ પરિવાર અને શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કિશન ઙૠટઈકમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકનો પુત્ર હતો અને ખઇઇજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેની અચાનક થયેલી મૃત્યુની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. કિશન એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો અને તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગતું હતું. તેના મૃત્યુથી સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ત્રીજા બનાવમાં મોટી ટાંકી ચોક પાસે ગવલીવાડ શેરી નં.માં રહેતા આશિષભાઈ રામજીભાઈ પરમાર (ઉ.46) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેઓ બે ભાઈ બે બહેનમાં નાના અને ઈન્કમટેક્ષમાં કોન્ટ્રાકટ પર નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તબીબોએ હાર્ટએટેકના કારણે તેમનું મોત થયાનું જણાવ્યું હતું.

Tags :
deathgujaratgujarat newsHealthheart attack
Advertisement
Next Article
Advertisement