For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેસ્ટ ઝોનમાં 3 ગેરકાયદેસર બાંધકામ સીલ, દિવાલનું ડિમોલિશન

04:53 PM Nov 22, 2024 IST | Bhumika
વેસ્ટ ઝોનમાં 3 ગેરકાયદેસર બાંધકામ સીલ  દિવાલનું ડિમોલિશન
Advertisement

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દદ્વારા આજરોજ વેસ્ટઝોનમાં રૈયા, મવડી અને 150 ફૂટ રીંગ રોડ ઉપર ગેરકાયદેસર દિવાલનું બાંધકામ તોડી પાડી એક શોરૂમ તેમજ બે અન્ય એકમો ગેરકાયદેસર હોવાથી સીલ મારી નોટીસ આપવામાં આવી હતી. આજે શાંતિનનિકેતન પાર્કમાં ગેરકાયદેસર દિવાલ તોડી રૂા. 7.20 કરોડની 1200 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. મનપાના ટીપી વિભાગ દ્વારા આજરોજ આસામી દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-260(1) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસમીશ્રી દ્વારા માર્જીનની જગ્યામાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, 260(2) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સદરહુ બાંધકામ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

આસામીશ્રી દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર સીડીનું બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-260(1) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસમીશ્રી દ્વારા માર્જીનની જગ્યામાં કરવામાં આવેલ ગેરકાયદેસર સીડીનું બાંધકામ દુર કરવામાં ન આવતા, આજરોજ ફર્સ્ટ ફ્લોર પર આવેલ શો-રૂૂમ(ચાંદી હુંડી) સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આસામીશ્રી દ્વારા અત્રેથી પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય સ્થાનિકે હયાત ગ્રાઉન્ડ ફ્લોરને લાગુ ફર્સ્ટ ફ્લોર પર બાંધકામ કરતા અત્રેથી કલમ-260(2) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસમીશ્રી દ્વારા ફર્સ્ટ ફલોરનું અનઅધિકૃત બાંધકામ દુર કરવામાં ન આવતા, આજરોજ ફર્સ્ટ ફ્લોરની દુકાન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાનાં તમામ આસી. ટાઉન પ્લાનર, આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, ફાયર વિભાગ તથા રોશની વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તેમજ સીટી પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતાં.

રાજકોટ-જેતપુર હાઈવે પર નડતરરૂપ 38 દબાણો હટાવાયા
રાજકોટથી જેતપુર સુધી નેશનલ હાઇવે દ્વારા 6 લેન્ડ હાઇવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઇવેને નડતર રૂપ તોડી પાડવામાં આવી છે. નેશનલ હાઇવે દ્વારા ગોંડલ ચોકડી થી જેતપુર સુધી 6લેન્ડ હાઇવે નડતરરૂપ 38 જેટલા બાંધકામ તોડી પાડવા આવ્યા છે જેમાં 9 જેટલા ધાર્મિક દબાણોનો પણ સમાવેશ થાય છે. નેશનલ હાઇવેના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા સર્વે કર્યા બાદ મોટા 38 જેટલા દબાણો દુર કરવામાં આવ્યા છે જેમાં હોટલો, દુકાનો, પત્તારાના સેડો સરકારી જમીનો આગામી સમયમાં 20 જેટલા દબાણો નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા દુર કરવામાં આવશે. જેમા હાલ હાઇવે ઓર્થોરેટી દ્વારા નોટીસો દેવામાં આવી છે. ટુક સમયમાં કલેકટર સાથે સકંલન કરી બાકીના દબાણો દુર કરવામાં આવશે હાલ હાઇવે ઓર્થોરેટી દ્વારા કરવામાં આવેલા દબાણો સ્થાનિક તંત્રને સાથે રાખી સર્વે હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 38 જેટલા દબાણો જેમનો રીપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો છે. ગોંડલચોકડી થી લઇ જેતપુર સુધી હાઇવે ઓર્થોરેટી દ્વારા 38 જેટલાન દબાણો જેમા હોટલો, ધાબાઓ, સેંડો, કારખાના સહિતના દબાણો દુર કરી કરોડોની સરકારી જમીન ખૂલી કરવામાં આવી છે. જેમા સૌથી વધુ ગોંડલથી જેતપુર વચ્ચે રહેલા દબાણો દુર કરવામા આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement