રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકાના કલ્યાણપુરમાં જુગારના 3 દરોડા: 17 શખ્સો પકડાયા

12:23 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દ્વારકાના સયાજી સર્કલ પાછળના ભાગે બાવળની જાળીમાં બેસીને રાત્રિના સમયે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જયેશ મોહન કણજારીયા, પરેશ ડાયા નકુમ, રામશીભા જગાભા માણેક અને કમલેશ નરશી ચોપડાને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 12,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કલ્યાણપુર પોલીસે નંદાણા ગામની સીમમાંથી ચુનીલાલ કાનજી સચદેવ, નથુ કારા ગોજીયા, વિજય ત્રિભુવન વિઠલાણી, રવિન છગનલાલ સચદેવ, ભરત ભાયા લગારીયા અને ધરણાંત રણમલ આંબલીયાને જુગાર રમતા રૂપિયા 21,230 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામેથી પોલીસે મંગા દેવજી ચૌહાણ, અશોક રામા વાઘેલા, ભરત ભીમશી વાઘેલા, લતીફ સુલેમાન સંઘાર, ઈરફાન અલી ખુરેશી, આમીન મલેક અને મશરી ભીમશી વાઘેલાને જુગાર રમતા ઝડપી લઇ, રૂ. 7,150 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

શખ્સ સામે કાર્યવાહી
સલાયાના દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં પણ બંદર વિસ્તારમાં બોટ મારફતે માછીમારી કરવા ગયેલા રફીક નુરમામદ સંઘાર સામે સલાયા મરીન પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો શોધ્યો છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement