ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેડા: ઠાસરા તાલુકાના ધુણાદરામાં વીજ શોક લાગવાથી બે સગાભાઈ સહિત 3ના મોત, પરિવારમાં શોક

10:22 AM Jul 30, 2024 IST | Bhumika
Advertisement

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઘણી જગ્યાએથીવીજ કરંટ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં વીજ શોક લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે. નાહવા ગયેલ એક વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા વીજ શોક લાગ્યો હતો. જે બાદ બીજા વ્યક્તિ દ્વારા તેને બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો અને ત્રીજા એક વ્યક્તિ દ્વારા એ બે ને બચાવવા જતા ત્રણેવ વ્યક્તિઓને એકસાથે વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું કરંટ લાગવાથી મોત નીપજયું છે.

Advertisement

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ભાનુભાઈ બુધાભાઈ પરમાર, જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમારનો નું મોત નીપજયું છે. એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણેય વ્યક્તિને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક પરિવારના ત્રણે વ્યક્તિનું આ રીતે મોત થતાં પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Tags :
deathgujaratgujarat newskhedakheda newsThasara
Advertisement
Next Article
Advertisement