ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેતીની જમીનમાં પાર્ટી પ્લોટ ખડકી દેનાર 3 આસામીને 33.66 લાખનો દંડ

05:34 PM Jul 22, 2025 IST | Bhumika
Advertisement

કોઠારિયાના બિલીપત્ર, ખોખડદડના ગ્રીન એપલ અને આણંદપરના પાર્ટી પ્લોટ સંચાલકો દંડાયા

Advertisement

રાજકોટની ભાગોળે ખેતીની જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દઇ વર્ષોથી કોમર્શિયલ પ્રવૃતિ કરતા કોઠારીયા, ખોખડદડ અને આણંદપરના ત્રણ પાર્ટી પ્લોટ માલિકોને જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે કુલ રૂા. 33.66 લાખનો દંડ ફટકારેલ છે.

આ કેસની વિગતો એવી છે કે, કોઠારીયા ગામમાં સર્વે નંબર 322/8ની 17,705 ચોરસ મીટર જમીન રેવન્યુ રેકોર્ડમાં ખેતીની જમીન તરીકે નોંધાયેલી છે. આ જમીનના કબજેદાર જયંતિભાઈ બાધુભાઈ શિયાણી વગેરેએ આ જમીન પૈકી 10,623 ચો. મી. જમીન બહુહેતુક ઉપયોગ માટે બિનખેતી કરવા માટે અરજી કરી હતી.
આ અરજી અંગે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા, આ જમીન પર જરૂૂરી મંજૂરી મેળવ્યા વિના બિલીપત્ર પાર્ટી પ્લોટ ચાલતો હોવાનું અને તેનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું જણાયું હતું. વધુ તપાસમાં આ જમીન પર ચાર રૂૂમ, એક ઓફિસ, રસોડું, ટોઇલેટ સહિતનું બાંધકામ થઈ ગયેલું હોવાનું, ફેન્સિંગ હોવાનું તથા આ ખેતીની જમીનનો 10 વર્ષથી આ રીતે પાર્ટીપ્લોટ કમ રિસોર્ટ તરીકે કોમર્શિયલ ઉપયોગ થતું હોવાનું સામે આવ્યું હતું. મદદનીશ કલેક્ટર રાજકોટ શહેર-2 દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, જમીન બિનખેતી ઉપયોગ કરવાની મંજૂરી મેળવ્યા વિના 10 વર્ષથી પાર્ટીપ્લોટ તરીકે કોમર્શિયલ હેતુ માટે આ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય છે.

આ કેસમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ જમીનના બિનઅધિકૃત બિનખેતી 10 વર્ષ સુધી વપરાશ બદલ રૂૂ. 7,94,060નો દંડ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 2881 ચો.મી. જમીન મંજૂરી વિના પાર્ટી પ્લોટ તરીકે કોમર્શિયલ હેતુ માટે બિનઅધિકૃત બિનખેતી ઉપયોગ ચાલુ કરવા અંગે રૂૂપાંતર કર રૂૂ. 86,430 વસૂલ કરવા પણ હુકમ કરાયો હતો.

આજ રીતે રાજકોટ તાલુકાના ખોખડદડ ગામના સર્વે નં. 192ની 22663 ચો.મી.જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબ્જેદાર કરસનભાઈ ગાંડુભાઈ શિયાણી તથા અન્યો છે. આ જમીન ગ્રીન એપલ પાર્ટી પ્લોટ ના નામથી કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તપાસ દરમિયાન આ જમીનનો વર્ષ 2019થી કોમર્શિયલ હેતુ માટે પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ પાર્ટી પ્લોટ માટે જમીન પર રૂૂમ, મકાન, રસોડું તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું જણાયું હતું. ખેતીની જમીનનો બિનઅધિકૃત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેકટર દ્વારા 22663 ચો.મી. જમીન પૈકીની 10,530 ચો.મી.પાર્ટી પ્લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂૂ. 2,73,800 પ્રમાણે સાત વર્ષના સમયગાળા માટે રૂૂ.19 લાખ 16 હજાર 600 દંડ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ રૂૂ. 3 લાખ 15 હજાર 900 રૂૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે કલેક્ટર ના હુકમ દ્વારા ખેતીની જમીનનો બિન અધિકૃત બિનખેતી અને કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવા બદલ ગ્રીન એપલ પાર્ટી પ્લોટના માલિકોને 30 દિવસમાં કુલ રૂૂ. 22 લાખ 32 હજાર 500નો દંડ ભરવા જણાવાયું છે.

આ ઉપરાંત આણંદપર ગામના સર્વે નં. 162/1ની 14468 ચો.મી.જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબ્જેદાર ભાવીનભાઈ તુલસીભાઈ રામાણી છે. આ જમીન કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તપાસ દરમિયાન આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરી વધુ ડેવલપ કરવામાં આવી રહ્યું હોવાનું તેમજ પાર્ટી પ્લોટ માટે જમીન પર 4 રૂૂમ, કિચનશેડ, ટોઈલેટ બ્લોક, ઓફિસ તથા ગોડાઉન પણ બનાવવામાં આવેલું હોવાનું જણાયું હતું. ખેતીની જમીનનો બિનઅધિકૃત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેકટર દ્વારા 14468 ચો.મી. જમીન પૈકીની 6071 ચો.મી.પાર્ટી પ્લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂૂ. 1,57,800 દંડ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ રૂૂ. 1 લાખ 82 હજાર 130 રૂૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે.
કલેક્ટર ના હુકમ દ્વારા ખેતીની જમીનનો બિન અધિકૃત બિનખેતી અને કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવા બદલ પાર્ટી પ્લોટના માલિકોને 30 દિવસમાં કુલ રૂૂ. 3 લાખ 39 હજાર 930નો દંડ ભરવા જણાવાયું છે.

Tags :
agricultural landgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement