કડીમાં 9 શ્રમિકોનાં મોતમાં કોન્ટ્રાક્ટર સહિત 3ની ધરપકડ
સ્ટીલ ઈનોક્સ કંપનીના માલિકની પૂછપરછ
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં એક કંપનીના બાંધકામની કામગીરી દરમિયાન અચાનક ઊંડા ખાડામાં કામ કરતાં મજૂરો પર ભેખડ ધસી પડતાં સ્થળ પર જ 9 મજૂરોના મોત નીપજ્યા હતા. આ અંગે ગઈકાલે દુર્ઘટનામાં જીવીત બચાવી લેવામાં આવેલાં મજૂરે કંપનીના બે કોન્ટ્રાક્ટર અને એક એન્જિનિયર સહિત ત્રણ શખસો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે ત્રણે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જાસલપુરની કંપનીમાં ભેખડ ધસી પડતાં 9 મજૂરના મોત નીપજવાની ઘટનામાં કડી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.
જે સ્ટીલ ઈનોક્સ કંપનીના માલીકની પોલીસે પ્રાથમિક પૂછતાછ કરી છે, તેનું નિવેદન લેવાનું બાકી હોવાનું ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચેના કામગીરીની ટર્મ્સ એન્ડ ક્ધડીશન તેમજ એમ.ઓ.યુ. કેવી રીતે કર્યા છે વગેરેની માહિતી મેળવાઈ રહી છે.