પૂરાવાના વીડિયો ગાયબ થઇ જતાં ગોધરાકાંડ રમખાણોમાં 3 આરોપી નિર્દોષ
વર્ષ 2002ના ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં, ‘હાર્ડ વીડિયોગ્રાફિક પુરાવા’ ગાયબ થઈ જવાને કારણે અમદાવાદની કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 23 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન પુરાવાના અભાવને ટાંકીને કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં ત્રણ આરોપીઓ (આલમગીરી શૈખ, ઇમ્તિયાઝ શૈખ, રૌફમિયા સૈયદ અને અન્યો; એક આરોપી હનીફ શૈખનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું) પર દરીયાપુર પોલીસ સ્ટેશનમાં 14 એપ્રિલ, 2002ના રમખાણોના સંદર્ભમાં બે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
આ કેસનો મૂળ આધાર ફરિયાદી અને વીડિયોગ્રાફર સતીશ દલવાડી દ્વારા રજૂ કરાયેલી એક ટઇંજ કેસેટ હતી, જેમાં કથિત રીતે આરોપીઓને હથિયારો સાથે દર્શાવવામાં આવ્યા હતા, જેમાં એક આરોપી પાસે એકે-47 જેવું ઓટોમેટિક હથિયાર હોવાનું જણાવાયું હતું. જોકે, કેસની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ વીડિયો ટેપ કોર્ટમાં ક્યારેય રજૂ કરવામાં આવી નહોતી.
વધુમાં, ફરિયાદી વીડિયોગ્રાફર સતીશ દલવાડીએ ટ્રાયલ દરમિયાન પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું અને કોર્ટને જણાવ્યું હતું કે તેમને ચોક્કસ ખબર નથી કે તેમણે શું રેકોર્ડ કર્યું હતું. આના કારણે તેમને હોસ્ટાઇલ વિટનેસ (ફરી ગયેલા સાક્ષી) જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય અનેક સાક્ષીઓ પણ વિરુદ્ધ ફરી ગયા હતા, જેણે સરકારી પક્ષના કેસને નબળો પાડ્યો.
કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે, નસ્ત્રસુનાવણી દરમિયાન વીડિયો કેસેટ રજૂ કરવામાં આવી નહોતી. વળી, આ કેસમાં કોઈ હથિયાર પણ રિકવર થયું નથી, કે આરોપીઓ પાસે ગુનાના સમયે હથિયારો હતા તે દર્શાવવા માટે કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવા રજૂ થયા નથી.સ્ત્રસ્ત્ર પુરાવાના અભાવે, કોર્ટે ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ટ્રાયલ દરમિયાન એક આરોપી અને એક તપાસ અધિકારી સહિત કેટલાક સાક્ષીઓના મૃત્યુ પણ થયા હતા.