જયમીન ઠાકરના 1 વર્ષના કાર્યકાળમાં દરરોજ થયા 3.53 કરોડના કામો
મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને અનેક ઐતિહાસિક નિર્ણયો લઇ શહેરીજનોને સુવિધાઓ આપી શહેરનો વિકાસ કર્યો
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટ શહેરનો ખુબ જ ઝડપી અને સર્વાંગી વિકાસ થઇ રહયો છે. જયમીનભાઇ ઠાકરનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.12/09/2023 થી શરૂ થયેલ એક વર્ષનો કાર્યકાળ યશસ્વી રીતે પૂર્ણ થયેલ છે, જેમાં એક વર્ષમાં અભૂતપૂર્વ ₹1288 કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર એ જણાવ્યું છે કે…
ગત એક વર્ષ દરમ્યાન રાજકોટના શહેરીજનોના વિશાળ હિતમાં જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખૂબજ મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવેલ છે તેમજ અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 અંતર્ગત બજેટમા મંજુર કરવામા આવેલ અને જે અંતર્ગત ચેરમેન, સ્ટે. કમિટી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વયસ્ક નાગરીકો(સીનીયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીક નાગરીકોને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમા પુસ્તકનુ સભ્યપદ ફ્રી(મફત) આપવાની જાહેરાત કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં પુસ્તકનુ સભ્યપદ ફ્રીમાં આપવાની યોજનાનું અમલીકરણ તાત્કાલિક ધોરણે શરૂ કરાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સબંધીત અધિકારીઓને આ મીટીંગમાં સમીક્ષા કરી જરૂરી સુચના આપી યોજનાનું ત્વરિત અમલીકરણ કરાવેલ. આમ, વધુ ને વધુ લોકો સારા વાંચન તરફ પ્રોત્સાહિત થાય અને ગુણવત્તાસભર સમય વ્યતિત કરે તેવા શુભ આશયથી વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો પ્રત્યેનું સામાજીક ઉત્તરદાયિત્વ અદા કરતી લોકભોગ્ય યોજના અમલી બનાવેલ છે.
ઉપરાંત, આ યોજનામાં આપેલ છૂટછાટોમાં સિનીયર સીટીઝન માટે રજુ કરવાના દસ્તાવેજી પુરાવામાં છૂટછાટ, ઉપરાંત ‘આજીવન ફ્રી મુસાફરી પાસ’ અમલી બનાવી, આ યોજનાની અમલવારી માટેની વહિવટી પ્રક્રિયાને વધુ સરળ અને વધુ લોકભોગ્ય બનાવેલ છે.
વિશેષમાં, રાજ્ય સરકારશ્રીના હાલના ઠરાવ મુજબના ધોરણોમાં પણ વધુ છુટ-છાટ સહિતનું અમલીકરણ શરૂ કરાવતા, ઉક્ત 21 કેટેગરી પૈકીની વિશિષ્ટ 14 કેટેગરીમાં સમાવેશ થયેલ દિવ્યાંગોને ફ્રી મુસાફરી ઉપરાંત મુસાફરી દરમ્યાન તેમની સાથે રહેનાર એક સહાયક(એટેન્ડન્ટ)ને પણ બસમાં ફ્રી મુસાફરીનો લાભ મળવાપાત્ર થાય, તે માટે સબંધકર્તા વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી તાકિદે અમલીકરણ શરૂ કરાવેલ છે, જેમાં વિવિધ 14 કેટેગરીનો સમાવેશ થાય છે.
સુક્ધયા સમૃધ્ધિ યોજનાથ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં રૂપિયા 42,00,000/- ની જોગવાઈ કરવામાં આવેલ છે, જેની અમલવારી તુરત જ શરૂ કરી દેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ રીવ્યુ મીટીંગ દરમ્યાન શાસનાધિકારીને સુચના આપી યોજના અમલી બનાવેલ. જેમાં, ગત વર્ષ સુધી ક્ધયા દિઠ વાર્ષિક કુલ રૂ.365/- જમા થતા હતા જેના બદલે ચાલુ સાલથી જ દરેક ક્ધયાઓના પોસ્ટ બચત ખાતામા આ યોજના અંતર્ગત બજેટમાં સુધારા મુજબ વાર્ષિક કુલ રૂ.1500/- બચત જમા થશે, અને નવો પ્રવેશ મેળવેલ ક્ધયાઓને પણ આ યોજના અંતર્ગત ચુકવણું કરવામાં આવશે.
છેલ્લા એક વર્ષ દરમ્યાન ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજે રૂ.1288 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં રૂ.328.73 કરોડના ખર્ચે વોટરવર્ક્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામો, રૂ.207.99 કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો, રૂ.188.51 કરોડના રસ્તાકામ અને રૂ.185.98 કરોડના ખર્ચે ડ્રેનેજ કામ સહિતના કામો કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, રૂ.80.98 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનુ કામ, રૂ.56.76 કરોડના ખર્ચે પાઇપ ગટરના કામો, સુએજ પમ્પિંગ સ્ટેશન માટે રૂ.34.20 કરોડ, રૂ.24.63 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલના કામો, રૂ.22.48 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામો, રૂ.19.43 કરોડના ખર્ચે પેવિંગ બ્લોકના કામો, રૂ.17.02 કરોડના ખર્ચે જુદા-જુદા બિલ્ડીંગ કામ, રૂ.13.40 કરોડના ખર્ચે વોંકળા પાકા કરવાના કામ, રૂ.13.13 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવાના કામ, રૂ.9.45 કરોડના ખર્ચે બગીચાના કામો, રૂ.8.78 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય તથા એનિમલ હોસ્ટેલના કામો, રૂ.8.69 કરોડના ખર્ચે નવા કોમ્યુનિટી હોલ, સ્મશાન માટે રૂ.8.08 કરોડ, રૂ.7.92 કરોડના ખર્ચે સી.સી. કામ, રૂ.7.78 કરોડના ખર્ચે બોક્સ/સ્લેબ કલ્વર્ટ, રૂ.6.64 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ માટે જરૂૂરી સાધનો, રૂ.4.73 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર, રૂ.4.30 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇનના કામો, રૂ.3.86 કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે, નાણાકીય સહાય રૂ.3.77 કરોડ, રૂ.3.58 કરોડના ખર્ચે રોશની વિભાગના કામો, ક્ધસલ્ટન્સી માટે રૂ.3.41 કરોડ, રૂ.2.80 કરોડના ખર્ચે લાયબ્રેરી બાંધકામ, રૂ.2.48 કરોડના ખર્ચે ફૂટપાથ/રોડ ડિવાઇડર, રૂ.1.68 કરોડ કર્મચારી-અધિકારીઓને મેડિકલ આર્થિક સહાય માટે, રૂ.1.42 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, રૂ.1.18 કરોડના ખર્ચે શહેરમાં રમત ગમત/સ્પોર્ટ્સ સંકુલોની સુવિધા સહીતના કામોનો સમાવેશ થાય છે.
આમ, એક વર્ષના કાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ 21 મીટીંગો મળેલ, જે અંતર્ગત કુલ 689 ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી અંદાજિત રૂ.1288 કરોડ મુજબ દૈનિક સરેરાશ રૂ.3.50 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં વર્ષ 2024-25 ના બજેટમાં મંજુર કરાયેલ વિકાસ કામોની પ્રગતિ બાબતે વખતોવખત સમીક્ષા કરી સમયબધ્ધ અમલીકરણ થશે. છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન રૂ.24.06 કરોડની આવક પણ ઉભી કરેલ છે.
અંતમા, જયમીનભાઇ ઠાકર જણાવે છે કે… ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રી તથા ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ધારાસભ્યઓ ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પુર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, માન. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા ડો. માધવભાઇ દવે, સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્યઓ, તમામ ખાસ સમિતિના ચેરમેનઓ, તમામ કોર્પોરેટરઓ, ભારતીય જનતા પક્ષના હોદ્દેદારઓ તથા સંગઠનના સભ્યો, શહેરની સામાજિક સેવા સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન્સ, મહાનગરપાલિકાના તમામ અધિકારી/કર્મચારીઓ, ઇલેક્ટ્રોનિક્સ-પ્રિન્ટ મિડીયાના તમામ પ્રતિનિધિઓ, ફોટોગ્રાફર્સ ઉપરાંત શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી, મહાનગરપાલિકા તંત્રની હરહંમેશ સાથે રહેલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરૂૂ છું અને ચાલુ સાલની જેમજ આગામી સમયમાં પણ રાજકોટ શહેરની વિકાસયાત્રા આગળ ધપાવવામાં સૌનો સાથ-સહકાર મળતો રહેશે, તેવી અપેક્ષા અને દ્રઢ વિશ્વાસ રાખુ છું.