For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરબોજ વગરનું ઈતિહાસનું સૌથી મોટું 3.32 લાખ કરોડનું બજેટ

05:30 PM Feb 02, 2024 IST | Bhumika
કરબોજ વગરનું ઈતિહાસનું સૌથી મોટું 3 32 લાખ કરોડનું બજેટ

નવી 8 હજાર આંગણવાડી, 172 નવી સ્કૂલો બનશે, નમો લક્ષ્મી, નમો શ્રી, નમો સરસ્વતી સહિતની નવી યોજના

Advertisement

આવકનો સૌથી મોટો આધાર જાહેર દેવું અને જીએસટી ઉપર, વિકાસલક્ષી કામો અને દેવાની ચૂકવણી પાછળ જ મુખ્ય ખર્ચ

ગત વર્ષ કરતાં બજેટના કદમાં 10.45 ટકાનો વધારો, જાહેર દેવું 18 ટકા વધવાનો અંદાજ

Advertisement

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટુ રૂા.3 લાખ 32 હજાર 465 કરોડનં બજેટ રજુ કર્યુ હતું. આગામી લોકસભાની ચૂંટણી ધ્યાને લઈ આ બજેટમાં કોઈપણ જાતના કરવેરા લાદવામાં આવ્યા નથી અને જુના કરવેરા યથાવત રાખવામાં આવેલ છે. 5-જીના સુત્ર સાથે ગુજરાત 2047 વિઝનના રોડ માપ સાથેનું બજેટ રજુ કરાયું હતું તેમાં મહિલાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરાઈ હતી. નમો સરસ્વતી યોજનાની તેમજ સ્વચ્ચતા અભિયાન માટે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની પણ જાહેરાત કરવામાં આવી હતી.

નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં 10.45 ટકા વધારો કરાયો છે. ગુજરાતના દરેક નાગરિક માટે કઈંદશક્ષલ ઠયહહ ફક્ષમ ઊફક્ષિશક્ષલ ૂયહહના સુત્ર સાથે ટશસતશિં ૠીષફફિિ2ં047 વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ્ય છે.
નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂૂ કરવામાં આવશે. 2047 સુધી ગુજરાતની અર્થ વ્યવસ્થા હાલની 0.28 ટ્રિલિયન યુએસ ડોલરથી 3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્ય છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભ છે. નમો સરસ્વતી યોજનામાં સાયન્સમાં અભ્યાસ કરતી ગરીબ-મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીઓને ધો. 11માં 10 હજાર, ધો. 12માં 15 હજાર સહાય આપવામાં આવશે. નાણામંત્રીએ રજુ કરેલ બજેટમાં રાજ્યની મુખ્ય આવક જીએસટી અને કેરવેરાની કુલ રૂા.1 લાખ 91 હજાર 195 કરોડ અંદાજવામાં આવી છે.

રાજ્યની મુખ્ય આવકમાં કરવેરા સિવાયની આવક રૂા.19675.28 કરોડ, કેન્દ્રનાં અનુદાનની આવક રૂા.18778.89 કરોડ, રાજ્ય જીએસટીની આવક 74596.76 કરોડ, રાજ્ય વેરા રૂા.74403.24 કરોડ, કેન્દ્રીય વેરામાં હિસ્સાની આવક રૂા.42195 કરોડ, લોન પેશગીની વસૂલાત રૂા.17792.12 કરોડ તથા જાહેર હિસાબ રૂા.4402.49 કરોડ અને જાહેર દેવામાંથી 77500 કરોડનો સમાવેશ થાય છે.

જ્યારે મુખ્ય જાવકમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ રૂા.2,12,202 કરોડ, બિનવિકાસલક્ષી ખર્ચ રૂા. 82649 કરોડ અને અનુદાન ફાળા માટે રૂા. 667 કરોડ, લોન-પેશગીની ચુકવણી માટે 3841 કરોડ તથા ચોખી લેવડ-દેવડ ખાતે રૂા. 900 કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે. વિકાસલક્ષી ખર્ચમાં સૌથી વધુ 21.01 ટકા લેખે રૂા. 44578 કરોડ શિક્ષણ, રમતગમત અને કલા-સંસ્કૃતિ માટે ફાળવાયા છે. બીજા નંબરે કૃષિ, સિંચાઈ અને ગ્રામવિકાસ માટે 17.84 ટકા રૂા. 37849 કરોડની ફાળવણી તેમજ ત્રીજા નંબરે 13.81 ટકા ઉર્જા-ઉદ્યોગ અને ખનિજ વિભાગ પાછળ પાળવણી કરાઈ છે.

દેવામાં 11866 કરોડનો વધારો
રાજ્ય સરકારનાં નવા બજેટમાં જાહેર દેવામાં 18 ટા એટલે કે રૂા.11866 કરોડનો વધારો થતાં કુલ દેવું રૂા.77500 કરોડે પહોંચ્યું છે. આ દેવામાં કેન્દ્ર તરફથી રૂા.11 હજાર કરોડ અને રાજ્ય સરકારનાં રૂા.66500 કરોડના આંતરીક દેવાનો સમાવેશ થાય છે.

50,000 સુધીની લોનમાં સ્ટેમ્પ ડ્યૂટી માફ
હાલમાં રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી રૂા.5000 થી વધુ રકમનું ધિરાણ મેળવતા સબાસદોએ હાલના નિયમ મુજબ એગ્રિમેન્ટ લેખમાં રૂા.300 અને જામીનખતમાં રૂા.300 મળીને કુલ રૂા.600ની ટેમ્પ ડયુટી ચૂકવવાની થાય છે. આવુ ધિરાણ સામાન્યત : મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃતિનિી જરૂરિયાત માટે લેતા હોય છે. અમારી સરકારે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો રૂા.50 હજાર સુધીનું ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટેમ્પ ડયુટી માફ કરવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણયથી અંદાજિત 9 લાખ સભાસદોને આશરે રૂા.54 કરોડની રાહત થશે.

જનરક્ષક યોજના: 112 ડાયલ કરતાં જ 10 મિનિટમાં મળશે મદદ

1100 વાહનોનું માળખુ ગોઠવાશે

ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યુ છે. જેમા તેમણે વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડમેપ જાહેર કરી દીધો છે. આ બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતોમાં એક જાહેરાત કરતા તેમણે નંબર 112 અંગે પણ જણાવ્યુ છે. જેમા તેમણે જણાવ્યુ કે, નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે.આ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂૂ કરવાની જાહેરાત કરાઈ છે.નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં નંબર 112 ડાયલ કરવાથી પોલીલ, ફાયર બ્રિગેટ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જશે. 1100 જનરક્ષક વાહનોનું માળખું આ માટે સરકારે જનરક્ષક યોજના નામની યોજનાની જાહેરાત કરી છે. આ માટે સમગ્ર રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

કયા વિભાગને કેટલી ફાળવણી ?
1 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ- રૂા.6,193 કરોડ
2 આદિજાતિ વિકાસ -રૂા.4,374 કરોડ
3 શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર -રૂા.2,659 કરોડ
4 શિક્ષણ -રૂા.55,114 કરોડ
5 આરોગ્ય અને પરિવાર કલ્યાણ- રૂા.20,100 કરોડ
6 મહિલા અને બાળ વિકાસ -રૂા.6,885 કરોડ
7 અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો -રૂા.2,711 કરોડ
8 રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ -રૂા.767 કરોડ
9 પંચાયત અને ગ્રામ વિકાસ -રૂા.12,138 કરોડ
10 શહેરી વિકાસ -રૂા.21,696 કરોડ
11 કાયદા વિભાગ -રૂા.2559 કરોડ
12 ગૃહ વિભાગ -રૂા.10,378 કરોડ
13 ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ -રૂા.8423 કરોડ
14 માર્ગ અને મકાન- રૂા.22,163 કરોડ
15 બંદરો અને વાહન -વ્યવહાર રૂા.3858 કરોડ
16 જળસંપત્તિ -રૂા.11,535 કરોડ
17 પાણી પુરવઠા -રૂા.6,242 કરોડ
18 વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી- રૂા.2,421 કરોડ
19 કૃષિ, ખેડૂત કલ્ય્ણ અને સહકાર -રૂા.22,194 કરોડ
20 ઉદ્યોગ અને ખાણ -રૂા.9,228 કરોડ
21 વન અને પર્યાવરણ -રૂા.2,586 કરોડ
22 કલાઈમેટ ચેન્જ -રૂા.1,163 કરોડ
23 મહેસુલ વિભાગ -રૂા.5195 કરોડ
24 સામાન્ય વહીવટ- રૂા.2239 કરોડ
25 માહિતી અને પ્રસારણ -રૂા.384 કરોડ

Advertisement
Tags :
Advertisement
Advertisement