રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શનાળા ગામે યુવક સાથે ધાર્મિક વિધિના બહાને ગઠિયાની 3.30 લાખની ઠગાઇ

04:08 PM Oct 19, 2024 IST | admin
Advertisement

પડી ભાંગેલો તમારો ધંધો બરાબર ચાલશે કહી વિશ્ર્વાસ કેળવ્યો, દાગીના પડાવી લઇ જતા ફરિયાદ

Advertisement

મોરબીના શનાળા ગામે એક શખ્સે યુવકને ધંધો રોજગાર બરોબર ચાલશે તે માટે વિધિ કરવાનું કહી વિધિના બહાને સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂૂ. 3,30,000 પડાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા ગામે રહેતા ભરતભાઇ નરશીભાઈ સનારીયા (ઉ.વ.39) એ આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગરી ગોસાઈ રહે. શનાળા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું.

આરોપીએ ફરીયાદીને તેઓનો ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધી કરવાના બહાને સોનાની ચેન નંગ-1 આશરે અઢી તોલા કિ રૂૂ 1,50,000/-તથા સોના ના કાપ નંગ-2 આશરે અડધા તોલા કિ રૂૂ 30,000/-તથા સોનાની બુટી નંગ-6 આશરે એક તોલા કિ રૂૂ 70,000/-તથા સોનાની વિટી નંગ-2 આશરે અડધા તોલા કિ રૂૂ 30,000/-તેમજ રોકડા રૂૂ,50,000/-એમ કુલ રૂૂ 3,30,000/-ની છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbinewsreligious ritual with youth
Advertisement
Next Article
Advertisement