અમદાવાદ સિવિલની મા વાત્સલ્ય મિલ્ક બેંકને 294 માતાનું દૂધ દાન
સિવિલ ખાતે કાર્યરત મા વાત્સલ્ય મિલ્ક બેંક ને એક મહિનો પૂર્ણ થયો છે. માતાના દૂધની બેંક - નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન છે. ત્યારે એક મહિનામા મા વાત્સલ્ય બેંક માં 294થી વધુ દાતા માતાઓએ પોતાનું દૂધ દાન આપ્યું છે. જ્યારે 258 જેટલા નવજાત શિશુઓને જીવનદાયી પોષણ પૂરું પાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદની 1200 બેડ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મા વાત્સલ્ય હ્યુમન મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મિલ્ક બેંકે તેનો એક મહિનો પૂર્ણ કર્યો છે.
આ એક મહિનામાં બેંકમાં 294 જેટલી દાતા માતાઓએ પોતાનું દૂધ દાન આપ્યું છે. માતાઓના આવા સહકાર અને પ્રેમના પ્રવાહથી 258થી વધુ નવજાત શિશુઓને જીવનદાયી પોષણ પૂરું પાડી શકાયુ છે. પીડિયાટ્રીક વિભાગના વડા ડો. જોલી વૈષ્ણવે જણાવ્યું હતું કે, 153.95 લિટર માનવ દૂધ એકત્રિત કરાયું છે. 243 બાળકોને પોતાની માતાઓનું દૂધ અને 15 બાળકોને દાતા માતાનું દૂધ મળ્યું છે.
સિવિલના નવજાત શિશુ માટેના આઇસીયુમાંથી કુલ 170 નવજાત શિશુ અને ઊંખઈ વોર્ડમાંથી 103 નવજાત શિશુએ આ મિલ્ક બેંક માંથી દૂધ મેળવ્યું છે. જ્યારે સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક ના ઇન્ચાર્જ અને પીડિયાટ્રીક વિભાગના પ્રોફેસર ડોક્ટર સુચેતા મુનશીએ જણાવ્યું હતું કે અમને જગઈઞ માં બાળકો હોય તેવી માતાઓ, પોસ્ટનેટલ વોર્ડમાં દાખલ માતાઓ અને ઊંખઈ વોર્ડમાંથી દૂધ કાઢવા માટે માતાઓ મળે છે.