એસટી બસપોર્ટની 7 સહિત 29 મિલકત સીલ
રહેણાંકના 4 નળજોડાણ કટ, 11ને જપ્તીની નોટિસ, રૂા. 41.78 લાખની વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ આજે સવારથી રિકવરી ઝુંબેશ શરૂ કરી બપોર સુધીમાં એસટીબસપોર્ટની સાત ઓફિસો સહિત 29 મિલ્કતો સીલ કરી હતી તેમજ ચાર નળ જોડાણો કાપી 11ને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 41.78 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા રૈયા ચોકડી નજીક ગાંધીગ્રામમાં શ્રી ભવન કોમ્પ્લેક્ષમાં શોપ નં-101,102 2-યુનિટની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.07 લાખ, એરોડ્રામ રોડ પર મારુતીનગરમાં મારુતી નંદન અપાર્ટમેન્ટ માં ઘર નં-501 ને નોટીસ સામે રિકવરી રૂૂ.75,00, કુવાડવા મેઈન રોડ પર શ્રી એલ.પી.પટેલ પાર્ક કો.ઓપ.હાઉસ.સોસા નજીક ખોડીયાર ડેરી ફાર્મ ને નોટીસ સામે રિકવરી રૂૂ.50,000, કુરજીવાકરીયા રોડ પર આવેલ 1-યુનીટ નળ-કનેક્સન કપાત સામે રિકવરી કરતા ચેક આપેલ, ઢેબર રોડ એસ.ટી સ્ટેન્ડમાં પાસે આવેલ 5-યુનીટ ને સીલ મારેલ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર શોપ નં-17 ના રૂૂ.59,416/- ના બાકી માંગણા સામે સીલ મારેલ, અમીન માર્ગ વિધાકુંજ મેઈન રોડ ગોવર્ધન સોસાયટી શેરી નં-3 માં આવેલ 1-યુનીટ ના નળ-કનેક્સન કપાત સામે રિકવરી રૂૂ.1,22,143 કરી હતી.
વેરાવિભાગ દ્વારા અમીન માર્ગ વિધાકુંજ મેઈન રોડ ગોવર્ધન સોસાયટી શેરી નં-3 માં આવેલ 1-યુનીટ ના નળ-કનેક્સન કપાત સામે રિકવરી રૂૂ.1,22,144, કાલાવડ રોડ પર ગવર્મેન્ટ ક્વાટર સામે રવિ ટાવર માં શોપ નં-4 ના રૂૂ.62,363/- ના બાકી માંગણા સામે સીલ મારેલ, નાના મૌવા મેઈન રોડ પર શાસ્ત્રી નગર સામે બિઝનસ ટર્મિનલ માં શોપ નં -6 ના રૂૂ.1.21 લાખ ના બાકી માંગણા સામે સીલ મારેલ, 50 ફીટ રોડ પર પરમાર ફર્નીચર ને નોટીસ સામે રિકવરી રૂૂ.27,530, હુડકો પોલીસ સ્ટેશન પાછળ સિદ્ધાર્થ સોસા શેરી નં-1 માં ઘર નં-243 ને નોટીસ સામે રિકવરી રૂૂ.79,970, કોઠારીયા રોડ દેવપરા પાસે દેવભૂમિ અ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-7 ની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ હતો.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.