For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એસટીના 285 ડ્રાઇવરોએ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બનવા વિદ્યાર્થી બની પરીક્ષા આપી

05:18 PM Sep 02, 2024 IST | admin
એસટીના 285 ડ્રાઇવરોએ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બનવા વિદ્યાર્થી બની પરીક્ષા આપી

રાજકોટ એસ.ટી.ડિવિઝનમાં 10 વર્ષ બાદ બઢતીની પરીક્ષા લેવાઈ

Advertisement

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે બઢતી માટેની પરીક્ષા લગભગ 10 વર્ષ બાદ આજે લેવામાં આવેલી હતી. જેમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર અને ટ્રાફિક કંટ્રોલરમાંથી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બનવા માંગતા 285 જેટલા ઉમેદવારોએ વિદ્યાર્થી બની વર્ગખંડમાં બેસી પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો પણ હતા, જેમાં 100માંથી 50 માર્કસ મેળવવા ફરજિયાત છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે પાકીટ લઇ જવાની મનાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનમાં ફરજ બજાવતા ડ્રાઇવર અને ટ્રાફિક કંટ્રોલર માટે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે બઢતી માટેની પરીક્ષા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા સરદાર વિદ્યામંદિર ખાતે લેવામાં આવી હતી, જેમાં રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરના 285 ઉમેદવારો નોંધાયા હતા. બપોરે 11થી 2 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ઉમેદવારોને 10 વાગ્યાથી એન્ટ્રી શરૂૂ કરી દેવામાં આવી હતી. જેમાં ડ્રાઇવર સહિતના પોતાના ડ્રેસમાં જ પરીક્ષા આપવા પહોંચ્યા હતા તો ઓળખ કાર્ડ હોય તેમને જ એન્ટ્રી આપવામાં આવી રહી હતી.

Advertisement

પરીક્ષા આપવા આવતા ઉમેદવારોના ઓબ્ઝર્વેશન માટે રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરા સહિતની ટીમ તૈનાત હતી. ઉમેદવારોના ખિસ્સા તપાસી તેમાંથી પાન, ફાકી કે ગુટખા બહાર કઢાવવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement