રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં 28 વર્ષીય મોડેલનો ફાંસો ખાઇ આપઘાત, પ્રેમપ્રકરણની શંકા

12:18 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં 28 વર્ષીય મોડેલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. મોડલએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મોડલનું નામ તાન્યા હતું તેમજ તેનું મૂળ વતન રાજસ્થાન હોવાની પણ વિગતો છે.

Advertisement

પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રેમ પ્રકરણમાં તાન્યાએ આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ચોક્સ કારણ હજું સુધી સામે આવ્યું નથી. અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તાન્યા પિતા મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારની એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માટે સતત કામ કરી રહી હતી. પરિજનોના જણાવ્યા મુજબ તે ગત રાત્રે મોડી ઘેર આવી હતી અને તેને સવારમાં જોતો સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

Tags :
gujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement