હાલારમાં 768.71 લાખના ખર્ચે 272 વિકાસ કાર્યોને લીલીઝંડી
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ કામોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી: વિવિધ વિસ્તારમાં ચાલતા કાર્યોની મુલાકાત લઇ ગુણવત્તાની ચકાસણી કરવા અધિકારીઓને સૂચના
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ 2025-26 માટે જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી મુળુભાઈ બેરાએ વર્ષ 2025-26 માટે જામનગર જિલ્લાના તમામ છ તાલુકાઓ તેમજ સિક્કા અને જામજોધપુર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂૂ. 658.65 લાખના કુલ 226 વિકાસ કામોને મંજૂરી આપી હતી. આ ઉપરાંત, અનુસુચિત જાતિ જોગવાઈ અંતર્ગત રૂૂ. 97.66 લાખના 41 કામો અને 5% પ્રોત્સાહક જોગવાઈના રૂૂ. 12.50 લાખના પાંચ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. આમ, કુલ મળીને રૂૂ. 768.81 લાખના 272 વિકાસ કાર્યોને આ બેઠકમાં મંજૂરીની મહોર લાગી હતી.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ વિવેકાધીન ગ્રાન્ટ અને સાંસદની ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા, પૂર્ણ થયેલા અને હજુ સુધી શરૂૂ ન થયેલા કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વિસ્તારમાં કયા કામોની તાતી જરૂૂરિયાત છે અને કયા કામોમાં શું મુશ્કેલીઓ આવી રહી છે તે અંગે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓએ સતત જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે.
તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું કે તેઓ સંબંધિત વિસ્તારના પદાધિકારીઓ સાથે નિયમિત સંકલન જાળવીને આ વિકાસ કાર્યોની પ્રગતિની સમયાંતરે સમીક્ષા કરે.
વધુમાં, મંત્રી મુળુભાઈ બેરાએ પર્યાવરણની જાળવણી પર વિશેષ ધ્યાન આપવા અને છેવાડાના ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકો સુધી આ વિકાસ કાર્યોના લાભો સાચા અર્થમાં પહોંચે તે દિશામાં સક્રિયપણે કામગીરી કરવા ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળના નકેચ ધ રેનથ અભિયાન અંતર્ગત વધુમાં વધુ જળસંગ્રહ થાય તે માટે પણ પૂરા ઉત્સાહ સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બેઠકમાં જિલ્લાના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ચુસ્તપણે અમલ થાય અને તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય અને જે કામો શરૂૂ થઈ શક્યા નથી તેના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરીને અમલીકરણ અધિકારીઓને તે અંગે જરૂૂરી સમીક્ષા કરવા પણ સૂચન કર્યું હતું.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, આયોજન કચેરી રાજકોટના સંયુક્ત નિયામક એન.આર.ટોપરાણી, જિલ્લા આયોજન અધિકારી વિપુલ સોનાગરા, તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો, ચીફ ઓફિસરઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.