રાજકોટના ત્રણ સહિત રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની ટ્રાન્સફર
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા ઓર્ડર કરાયેલામા રાજકોટ જીલ્લાનાં ત્રણ અધીકારીઓનો પણ સમાવેશ થાય છે જેમા ઉપલેટા તાલુકા વિકાસ અધીકારી સરજુ જેઠવાની ચોટીલા ખાતે અને ગીરગઢડાનાં ઋષિકુમાર ત્રિવેદીની ઉપલેટા, જેતપુરનાં જયદીપ વણપરીયાની અને મોરબીનાં પીઠા ડાંગરની અરસપરસ બદલી કરવામા આવી છે તેમજ લોધીકાનાં પ્રદીપકુમાર સિંધવ અને થાનગઢનાં જયોતિ બોરીચાની પણ અરસપરસ બદલી કરવામા આવી છે સૌરાષ્ટ્ર - કચ્છનાં 16 તાલુકા વિકાસ અધીકારીનો બદલીનો ઓર્ડર કરવામા આવ્યો છે.
આ આદેશ મુજબ સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર કરાવવા કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત, ક્રમાંક-10 પરના મિલનકુમાર જીવાભાઈ પાવરાને તેમની મૂળ ફરજ ઉપરાંત વાલોડ, જિ. તાપીની ખાલી જગ્યાનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.