For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી વિભાગમાં કાર ભાડે ચલાવવાના નામે 27 લોકો સાથે છેતરપિંડી

04:25 PM Jul 02, 2024 IST | Bhumika
સરકારી વિભાગમાં કાર ભાડે ચલાવવાના નામે 27 લોકો સાથે છેતરપિંડી
Advertisement

લકઝરીયર્સ કાર કોન્ટ્રાકટમાં ચલાવવાના નામે કરાર કરી બારોબાર કાર વેચી નખાઇ

નાગેશ્ર્વરમાં રહેતા બે ભાઇઓ સહિત ચાર શખ્સોની ટોળકી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Advertisement

રાજકોટના નાગેશ્ર્વરમાં રહેતા બે ભાઇઓ સહિત ચાર શખ્સોની ટોળકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગમાં લકઝરીયર્સ કાર ભાડે રાખી મોટી આવક મેળવવાની લાલચ આપી 27 જેટલા લોકો સાથે આશરે 3 કરોડની છેતરપીંડી કર્યાનો મામલો પોલીસ કમિશનર સમકક્ષ પહોંચ્યો છે. 27 જેટલી કાર ભાડે કરવાનો કોન્ટ્રાકટ કરી આ લક્ઝરીયર્સ કાર બારોબાર ગીરવે મૂકી છેતરપીંડી આચારવામાં આવી છે.

આ મામલે પોલીસમાં કરેલી અરજી મુજબ રૈયા રોડ પર જે.કે. પાર્ક નજીક રહેતા વેપારી જાવેદશા ઈસ્માઈલશા શાહમદારે શ્ર્લોક મોહનભાઈ શુકલા, તેના ભાઇ હર્ષીલ શુક્લા તેમજ રેલનગરમાં રહેતા કુણાલ ઉર્ફે દેડકો અને શેઠનગરમાં રહેતા અમિત ત્રિવેદીનું નામ આપ્યું છે.

અરજીમાં જણાવ્યા મુજબ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા શ્ર્લોક થોડા સમય પૂર્વે ઓળખાણ થઈ હતી. તેની સાથે કમીશનથી ભાગીદારીમાં શરૂ કર્યો હતો. ધીમે ધીમે કરતા 50 હજાર, અઢી લાખ, બે લાખ અને એક લાખ મળી મોટી રકમ તેને ધંધાના કામ માટે આપી હતી. એટલું જ નહીં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં એક અર્ટીગા, અને બે ટી.યુ.વી. કાર તેમજ તેમના મિત્રો જલાબી ઈમરાન અલીશાનીબે, મહમદ અવેશ આરીફભાઈની ત્રણ, મહમદહુસેન યુસુફભાઈ સોરઠીયા, ઈકબાલભાઈ આમનભાઈ જાફરાણી, સમદ અબ્દુલ હમીદશેખ, મોહમદ સતારભાઈ ભટી અને મહમદ નદીમ ઈબ્રાહીમભાઈ ચૌહાણની કાર ભાડે થી ચલાવ આપ્યા બાદ આ તમામ કારને ગીરવે મૂકી છેતરપિંડી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત જાવેદભાઈએ તેને 50 હજાર, 2.50 લાખ અને ફાયનાન્સ કંપનીમાંથી 2.50 લાખની લોન કરાવીને રકમ તેને આપી હતી. ત્યારે આ બધી ગાડીઓ ગીરવે મુકાયાની શંકા દર્શાવાઈ છે. તપાસ કરતા તે ગાડી કોઈ અન્ય શખ્સને વેચી દીધાનું જાણવા મળ્યુ હતું. એટલુ જ નહીં તેના મિત્ર સર્કલમાંથી શ્ર્લોકને 10 થી 15 ગાડી કંપનીમાં કોન્ટ્રાકટથી ચલાવવા આપી હતી તે ગાડી પણ કોઈને વેચી નખાયાની શંકા દર્શાવાઈ છે.આ ટોળકીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેવા કે પીજીવીસીએલ, બીએસએનએલ, એરપોર્ટ, રેલવેમાં માસિક ભાડાના કરારથી કાર ભાડે કરવાના નામે કરાર કર્યો હતો.

જેમાં અર્ટીગા ટીયુવી, મહેન્દ્ર થાર, સ્કોર્પીયો, ફોર્ચ્યુનર અને સ્વીફ્ટ ડિઝાયર જેવી 27 જેટલી કાર માસિક 40થી 50 હજાર રૂપિયાના ભાડે રાખ્યા બાદ બે મહિના સુધી માસિક ભાડુ આપ્યા બાદ ભાડુ આપવાનું બંધ કરી દીધુ હતું. કાર માલીકોએ તપાસ કરતા તેમની ભાડે આપેલી કાર રાજસ્થાન તેમજ ગુજરાતના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, ધ્રાંગધ્રા, ભાવનગર અને અમદાવાદ પંથકમાં ગીરવે મુકી અને વેંચી નાખી આ ટોળકીએ રોકડી કરી લીધી હતી. જેથી આ મામલે ભોગ બનનાર કાર માલીકો પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. જે બાબતે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપી આ મામલે ગુનો નોંધવા આદેશ આપ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement