રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં જન્માષ્ટમી પર્વમાં 27 ઈંચ વરસાદ: કુલ 43 ઇંચને પાર

03:51 PM Aug 29, 2024 IST | admin
Advertisement

ભારે વરસાદથી 150 ફૂટ રિંગ રોડ, સેંકડો સોસાયટીઓ, અંડરબ્રિજ જળબંબાકાર: અલગ અલગ સ્થળે 223 વૃક્ષ ધરાશાયી, 1374 લોકોનું સ્થળાંતર, 6390 ફૂડ પેકેટનું વિતરણ

Advertisement

રાજકોટ શહેરમાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ અંતે રાંધણછઠ્ઠના દિવસે એન્ટ્રી કરી સતત છ દિવસ સુધી એકધારો વરસાદ વરસાવતા છ દિવસમાં 27 ઈંચ જેટલુ પાણી વરસી ગયું હતું અને મોસમનો કુલ વરસાદ 43 ઈંચને પાર થઈ ગયો છે. સતત વરસાદના પગલે શહેરના મોટાભાગના અંડરબ્રીજ તેમજ જંગલેશ્ર્વર, ભગવતીપરા, રામનાથપરા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેવી જ રીતે અનેક સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં જન્માષ્ટમીનો તહેવાર હોવા છતાં લોકો ઘરમાં પુરાઈને રહેવા મજબુર બન્યા હતાં. છ દિવસના વરસાદે શહેરમાં ભારે તારાજી વેરી હતી. અને તંત્ર દ્વારા લલ્લુડી વોકડી, જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાંથી 1374 લોકોનું સલામત સ્થળાંતર કરાયુ હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 220થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતાં. અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા 6390થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં સતત 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ડીપ ડિપ્રેશનને કારણે 31 તારીખ સુધી રેડ એલર્ટ અપાયું છે. 24મીથી અનરાધાર વરસાદ પડ્યા બાદ રાતથી વરસાદે વિરામ લીધો હતો. બુધવારે બપોર સુધી માત્ર છાંટા પડ્યા હતા. બપોરે 12 કલાકે વરસાદ શરૂૂ થયો હતો જે સાંજ સુધી અલગ અલગ ગતિએ પડ્યો પણ સાથે સાથે ભારે પવનોએ લોકોની મુશ્કેલી વધારી દીધી હતી. જનજીવન થાળે પડે તે પહેલાં જ ભારે પવન અને વરસાદે ફરીથી લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કરી દીધા હતા. તા. 24થી શરૂ થયેલ વરસાદ તા. 29 બપોર સુધી ચાલુ રહેતા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 43 ઈંચ થયો છે. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કુલ વરસાદ 52 ઈંચથી વધુ નોંધાશે તો તે 14 વર્ષનો નવો રેકોર્ડ બનશે.બુધવારે બપોરે વરસાદ અને ભારે પવન શરૂૂ થયા બાદ શહેરના અલગ અલગ અન્ડરબ્રિજમાં ફરીથી પાણી ભરાયાં હતાં જેથી તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો જેથી અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મનપાના ચોપડે 160 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે.

ભારે વરસાદના પગલે કેવડાવાડી વિસ્તારમાંથી પસાર થતા વોંકળાના કાંઠે અનેક મકાનો બનાવાયા છે. આ પૈકી એક મકાન વહેલી સવારે કડાકા સાથે તૂટી ગયું હતું. રહેવાસીઓના જણાવ્યા અનુસાર મકાનની પાછળનો ભાગ વોંકળા કાંઠે હતો અને બિલ્ડિંગ પડતા પહેલાં ધ્રુજારીનો અવાજ આવતાં જ આસપાસના લોકો બહાર નીકળી ગયા હતા. રાજકોટ શહેરમાં ગત શનિવાર મધરાતથી શરૂૂ થયેલા ધોધમાર વરસાદ અને આજી ડેમ ઓવરફ્લો થતાં આજીનદીમાં ઘોડાપૂર આવ્યા છે. રામનાથપરા પોલીસલાઇનથી ચુનારાવાડ તરફ જતા પુલ પરની લોખંડની રેલિંગ પાણીના પ્રવાહમાં ઊખડી ગઇ હતી અને પુલ પરથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. શહેરમાં તા.24/08/2024ની રાતથી તા.29/08/2024 સુધીમાં રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ઉપરાંત નાયબ કમિશનરઓ તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયરઓવ સહીત રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ સતત ફિલ્ડમાં રહેલ અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી લોકો તરફથી મળેલ ફરિયાદોનો નિકાલ કરવા માટે અવિરત કામગીરી હાથ ધરી હતી.

આ ઉપરાંત ચાલુ વરસાદ દરમિયાન તેમજ વરસાદ બંધ થાય ત્યારબાદ પણ વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરવાની થતી કામગીરી ઝડપભેર થાય તે સુનિશ્ચિત કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ આપેલા આદેશ મુજબ જ ચાલુ વરસાદ દરમ્યાન તેમજ વરસાદ બંધ થયા બાદ પણ શહેરનાં જુદાજુદા વિસ્તારોમાં સ્ટોર્મ વોટરના નિકાલ માટેની જાળીઓમાં પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે મુજબ કામગીરી કરવામાં આવી હતી. તા.26/08/2024થી તા.29/08/2024 દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તાર જેવા કે, નરસંગપરા, રૂૂખડીયા, ભવાનીનગર શેરી 1 થી 9, લલુડીવોકડી વિસ્તાર, ભગવતીપરા, રામનગર થોરાળા પાસે, એકતા કોલોની જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ-1374 લોકોનું રાજકોટ મહાનગરપાલિકાના રેનબસેરા અને નજીકની શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કુલ-6390 ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ભારે વરસાદ અને પવનને પગલે શહેરમાંથી કુલ-223 વૃક્ષો ધરાશાયી થવાની અને 66 જેટલી વોટર લોગિંગની ફરિયાદો આવી હતી જેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી કુલ-176 નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મોકલી આપવામાં આવેલ છે.

સતત 6 દિવસ સુધી વરસાદ વરસતા લોકો ધરાર ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા: તહેવારો પાણીમાં ગયા

6 દિવસનો ઝોનવાઈઝ વરસાદ
તારીખ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન
24-08-24 1.00 1.00 2.00
25-08-24 201.00 164.00 174.00
26-08-24 149.00 118.00 131.00
27-08-24 294.00 218.00 283.00
28-08-24 91.00 51.00 84.00
29-08-24 24.00 10.00 20.00
કુલ (મીમી) 760.00 562.00 694.00

મૌસમનો સરેરાશ વરસાદ
સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન
1191 મીમી 872 મીમી 1126 મીમી
કુલ વરસાદ 672 મીમી = 43 ઈંચ

Tags :
27 inches of rain during Janmashtami festival43 inchesgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement