For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ ગેંગવોરમાં યુવાનની હત્યા કરનાર 27 આરોપી નિર્દોષ

11:39 AM Jul 31, 2024 IST | admin
ગોંડલ ગેંગવોરમાં યુવાનની હત્યા કરનાર 27 આરોપી નિર્દોષ

8 વર્ષ અગાઉ બનેલા બનાવમાં શંકાનો લાભ મળ્યો

Advertisement

આજથી આશરે આઠેક વર્ષ પહેલા ગોંડલનાં બે માથાભારે શખ્શોની ગેંગવોર ચરમસીમાએ હતી જેમાં ઈમરાન કરીમભાઈ કટારીયા(ખાટકી) મુસ્લીમ અને સામે પક્ષે નીખીલ દોંગા વિ.શકશોની ગેંગ હતી બંને શખ્શો વચ્ચે ધંધાકિય મનદુખ થતા નિખીલ દોગાની ગેંગ દ્રારા ઈમરાન ઉર્ફે ઈમ્તીયાઝ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવેલો અને પગામાં ફાઈરીંગ કરી મારી નાખવાનો પ્રયત્ન કરેલો જેના બદલા નાં ભાગ રૂૂપે સામે પક્ષે ઈમરાન આણી મંડળી દ્વારા વળતો હુમલો કરવામાં આવેલો અને જેતપુર રોડ ત્રીકોણીયા પાસે ગંભીર પ્રકારનાં હથિયારો ધારણ કરી અંદાજે 27થી વધુ લોકો દ્વારા આંતક મચાવવામાં આવલો અને બાપા પાનની દુકાન પાસે બેઠેલા શખ્સે ભાગવાં જતા આરોપીઓ એ તેને નિખિલ દોંગા ગેંગનો માણસ સમજી તેની પાછળ દોડેલ અને સ્ટાર કોમ્પલેક્ષનાં પાછળનાં ભાગે તલવાર-ધોકા જેવા હથિયારોથી હુમલો કરી સંજય મનસુખભાઈ ભાદાણી (પટેલ) શાકભાજીનાં વેપારી ને પછાડી દઈ તેનાં ઉપર માથાનાં ભાગે પોઈટ બ્લેકરેંજથી તમંચા જેવા હથીયારથી ફાઈરીંગ કરી જીવલેણ ઈજા કરતા મરણજનાર સંજય ભાદાણીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું.

આમ એક અજાણ્યા(નવાણીયા) શખ્સનું ખુન થઈ ગયેલ જેથી સદર બનાવ હિંદુ-મુસ્લીમ ગેંગ વોરનો હોય ગામનું વાતાવરણ એકદમ તંગ થઈ જવા પામેલ અને મ.જ.લાશ નહી સંભાળવાં સામે પક્ષે નિર્ણય લેવાયેલ જેથી જીલ્લા પોલીસ વડા પરિસ્થીતિ પારખી જતા ગોડલ શહેરનાં પો.ઈન્સ.ચોધરીનાં દ્રારા ઈ.પી.કો.કલમ-302 વિ. નો ગુન્હો દાખલ કરાવી આંગળ ની તપાસ સંભાળેલ અને બાદમાં આ કામની તપાસ ઈન્ચા.પી.આઈ. ઉનડકટ લોકલ ક્રાઈમબ્રાંચ-રાજકોટ રૂૂરલ નાં એ સંભાળી કુલ-27 જેટલાં આરોપીઓને દેશીતમંચા, તલવાર, ધોકા, પાઈપ, તથા વાહનો સાથે ધરપકડ કરેલ હતી અને પુરતો પુરાવો એકત્રીત કરી કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરેલ હતું.

Advertisement

જે સબબનો કેસ ગોંડલ ની એડી.ડીસ્ટ્રી. જજ એમ.એ.ભટ્ટી અદાલતમાં ચાલવાં ઉપર આવેલ અને આરોપીઓ પક્ષે ગોંડલનાં જાણીતા એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતાં અને તેઓએ સદર કેસમાં સબ પરિક્ષણ કરનાર તબીબની બેદરકારી સાબીત કરવાં હયુમન(માનવ) ખોપડી દ્રારા કોર્ટમાં ડેમોસ્ટ્રેશન કરાવેલ હતું તેમજ તબીબની બેદરકારી રેકર્ડ ઉપર લાવવા તથા તપાસ કરનાર એજન્સી દ્વારા મહત્વની પાયાની ભુલ બનાવ સ્થળ ઉપર પોલીસની ગેરહાજરી, આરોપીનાં ફાયરીંગ પછી હેનવોસ, પી.એમ.કરવાનું સ્થળ, આરોપીની ગેરકાયદેસરની અટક તેમજ નજરે જોનાર સાહેદોને પુરાવો અવિશ્વનીય હોય તેમજ બનાવનાં સીસીટીવી ફુટેજનો-પુરાવો વીઝીબલ ન હોય તેવુ રેકોર્ડ ઉપર લાવેલ જે તમામ પુરાવાઓને લક્ષ્માં લઈને આરોપી નં.1 અકરમ કરીમ કટારીયાને સંકાનો લાભ આપેલ તેમજ બાકીનાં ઈમરાન કરીમભાઈ વિ.26 જણાને ઈ.પી.કો. કલમ-302,307, 506(2), 120(બી) 34, 147, 148, 149, આર્મ્સ એકટની કલમ-25(1-બી)એ, 27,29, 114,201,212, મુજબનો શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ અત્રેની એડી. ડીસ્ટ્રી કોર્ટ દ્વારા કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement