For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીના માલવણ હાઈવે પર પીઓપીની આડમાં ટ્રકમાંથી 27.76 લાખનો દારૂ-બીયરનો જથ્થો મળ્યો

12:14 PM Oct 07, 2024 IST | admin
પાટડીના માલવણ હાઈવે પર પીઓપીની આડમાં ટ્રકમાંથી 27 76 લાખનો દારૂ બીયરનો જથ્થો મળ્યો

દારૂ-બીયરનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના શખ્સનું નામ ખુલ્યું, 43 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

પાટડી તાલુકાના માલવણ હાઈવે પર અખિયાણા પાસેથી પીઓપી પાવડરની થેલીની આડમાં લઇ જવાતી વિદેશી દારૂૂની 9120 બોટલ સાથે ટ્રક ઝડપાઈ હતી. સુરેન્દ્રનગર એલસીબીએ વિદેશી દારૂૂની બોટલો, મોબાઈલ, 425 પીઓપી પાવડરની થેલી મળી કુલ રૂૂ. 43.07 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો હતો. જે અંગે બજાણા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે. જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમા દ્વારા એલસીબી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન માલવણથી ધ્રાંગધ્રા જતા નેશનલ હાઇવે રોડ અખીયાણા ચોકડી નજીક એકતા હોટલ પાસે રોડ ઉપર એક ટ્રકમાંથી પીઓપી પાવડરની થેલીઓની આડમાં ગેરકાયદે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાંડની ઇંગ્લિંશ દારૂૂની કુલ 1020 બોટલ કિંમત રૂૂ. 7,53,780, વ્હીસ્કીની 2412 બોટલ કિંમત રૂૂ. 13,53,132 તથા 5688 બિયરના ટીન મળી કુલ કિંમત રૂૂ. 27,76,296, 1 મોબાઈલ, ટ્રક કિંમત રૂૂ. 15,00,000 અને પીઓપી પાવડરની 425 થેલી મળી કુલ રૂૂ. 43,07,546નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બલકરણસિહ ચરણજીતસિહ જટ (ગામ- ઢાણી, રાજસ્થાન)ને પકડી ગુનો દાખલ કર્યો હતો. માલ ભરી આપનારા ગામ-થીરના તા.નોહર જી.હનુમાનગઢ રાજસ્થાનના બલવીરકુમાર સોનદાસ સ્વામી. સહિત તપાસમાં ખૂલે તે વગેરે વિરૂૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. એલસીબીના દરોડામાં પીઆઈ જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ. રાયમા, પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઇ ધાંદ, યશપાલસિંહ રાઠોડ, વિજયસિંહ બોરાણા તથા પેરોલ ફર્લો મનસુખભાઇ રાજપરા, ભૂપતસિંહ જોરૂૂભા રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement