મનપાની 3 કેડરની 12 જગ્યા માટે 2649 ઉમેદવારોએ આપી પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓઓનલાઈનમાધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં (1) મેનેજર (2) વોર્ડ ઓફિસર (3) આસી.એન્જીઅનીયર (મિકેનિકલ)ની કુલ 12 જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગત તા.21/07/2024 ના રોજ રાજકોટ શહેરનાં જુદા-જુદા કુલ-06(છ) પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં એકંદરે કુલ 4442 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-2649 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને 1793 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
ઉમેદવારોને પરીક્ષા સમયના 01(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણવિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટવોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
આમ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત તા.21/07/2024 નાં રોજ લેવાયેલ (1) મેનેજરની 8 (2) વોર્ડ ઓફિસરની ત્રણ (3) આસી.એન્જીસનીયર (મિકેનિકલ)ની એકજગ્યા માટે લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. સદરહુંપરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાનીવેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.