26 મિલકત સીલ, 75.71 લાખની રિકવરી કરતું મનપા
મનપાની વેરાવસુલાત શાખા દ્વારા વેરા રીકવરી, સિલિંગ, જપ્તી અને મિલ્કતો ટાંચમાં લેવાની ઝુંબેશ સતત ચાલુ છે આજે બપોર સુધીમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અંતર્ગત વેરા વસુલાત સાખા દ્વારા 26 મિલ્કતોને સીલ કરી રૂા. 75.71 લાખની રીકવરી કરવામાં આવી હતી. આજની કાર્યવાહી દરમિયાન તંત્રએ 20 મિલ્કતના આસામીઓને ટાંચ જપ્તીની નોટીસ પણ ફટકારી હતી તંત્રએ જાહેર કર્યા મુજબ અત્યાર સુધીમાં 3,90,506 મિલ્કત ધારકોએ રૂા. 349.46 કરોડ વેરાની રકમ મનપાની તિજોરીમાં ઠાલવી છે. હજુ પણ વસુલાત, સિલિંગની કાર્યવાહી ચાલુ જ રહેશે તેવું જણાવ્યું છે. મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે ગીત ગુર્જરી રોડ પર ડ્રેનેજ પંપ નજીક અશોક કો.ઓપ.હા.સો.પુષ્કર ના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.36 લાખ, મોરબી રોડ પર આવેલ મારુતી નંદન પાર્ક શોપ નં-8,9,10,102,103,104,105,106,107 ,108 અને ,109 ને સીલ મારેલ, મોરબી રોડ પર આવેલ મારુતી નંદન પાર્કમાં 1-યુનીટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.85,550, કુવાડવા રોડ પર જય શક્તિ પાર્કમાં ક્રિસ્ટલ સીટી શોપ નં-107 ના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.55,716, કુવાડવા રોડ પર જય શક્તિ પાર્કમાં ક્રિસ્ટલ સીટી શોપ નં-108 ના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.43,274, કુવાડવા રોડ પર જય શક્તિ પાર્કમાં ક્રિસ્ટલ સીટી શોપ નં-109 ના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.55,716, ગ્રીન લેન્ડ ચોકડી નજીક તિરુપતિ બાલાજી કો.ઓ.હા.સો માં શોપ નં-3,4 2-યુનીટને સીલ મારેલ, પેડક રોડ પર મારૂૂતીનગર સામે પટેલ પાર્કમાં 1-યુનીટ ની નોટીસ સામે રિકવરી રૂૂ.30,000, આર.ટી.ઓ રોડ પર માર્કેટિંગ યાર્ડ માં શોપ નં-ઉં/36 ની 1-યુનીટ ની નોટીસ સામે રિકવરી રૂૂ.60,857, માર્કેટિંગ યાર્ડમાં શોપ નં-ૠ/4, ૠ/5 ની 2-યુનિટની નોટીસ સામે રૂૂ.30.016ની રીકવરી કરી હતી.
વેરાવિભાગ દ્વારા કોટક શેરીમાં વર્ધમાન કોમ્પ્લેક્ષ માં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-102 ને સીલ મારેલ, સોનીબજાર મેઈન રોડ પર શ્રી રામેશ્વર કોમ્પ્લેક્ષ માં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-103 ને સીલ મારેલ, 150 ફીટ રીંગ રોડ પર ગાંધીગ્રામ માં ગણેશ ડેરી નજીક 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ. 99,000, 150 ફીટ રીંગ રોડ પર આવેલ અમનગર માં શોપ નં 4 અને 5 ને સીલ મારેલ, બેક બોન પાર્કમાં શાંતિ કુંજ કોમ્પ્લેક્ષ માં ફર્સ્ટ ફ્લોર પર 1-યુનીટ ને સીલ મારેલ, નાના મૌવા રોડ પર અંબિકા ટાઉનશીપમાં શોપ નં-6 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂૂ.79,847 સહિત 26 મિલ્કત સીલ કરી રૂા. 75.71 લાખ રીકવરી કરી હતી.