વિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોત
કુલ 268 મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા, 22ની ઓળખ બાકી
અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડનના ગેટવીક એરપોર્ટ જતી ફલાઈટ તુટી પડી હતી. મોડીરાત સુધી સિવિલ હોસ્પિટલમાં કાટમાળ ખસેડીને મૃતદેહ લઈ આવવામાં આવ્યા હતાં. પરંતુ મોટાભાગનાં મૃતદેહો અત્યંત બળી ગયેલ હાલતમાં હોવાથી ઓળખ થવી મુશ્કેલ હતી જેથી ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુ કરીને મૃતદેહોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં આજે સવાર સુધીમાં કુલ 268 મૃતદેહના પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા હતાં. આ 268 મૃતદેહો પૈકી 241 મૃતદેહ ફલાઈટ નં.એ.આઈ.171માં સવાર મુસાફરોના અને બાકીના મૃતદેહ હોસ્ટેલ ખાતે મેશમાં રહેલ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના હોવાનું મનાઈ રહ્યું છે. બી.જે.મેડીકલ હોસ્ટેલના 4 વિદ્યાર્થીઓ અને એક રેસીડેન્ટ ડોકટરના પત્નીનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ હતી. જ્યારે 22 મૃતદેહની હજુ ઓળખ કરવાની કામગીરી બાકી છે.
એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.
બીજે મેડિકલના 3 વિદ્યાર્થીના મોત બીજે મેડિકલમાં અભ્યાસ કરતા અને પ્લેન ક્રેશ થયું તે સ્થળ પાસે આવેલી હોસ્ટેલમાં રહેતા ચાર ભાવિ ડોક્ટર એવા રાકેશ દિયોરા(સેક્ધડ યર), આર્યન રાજપૂત(ફર્સ્ટ યર), માનવ ભાક8
દુ(ફર્સ્ટ યર), જયપ્રકાશ ચૌધરી(સેક્ધડ યર)ના મોત થઈ ગયા છે. ભાવેશ સેહતા તથા આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટ ગુમ છે.
પીડિત પરિવારો માટે દિલ્હી-મુંબઈથી એર ઈન્ડિયા ચલાવશે રિલીફ ફલાઈટ્સ
એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એર ઇન્ડિયા દિલ્હી અને મુંબઇથી અમદાવાદ માટે 2 રિલીફ ફ્લાઇટ મોકલી રહી છે, જે યાત્રીઓ અને એર ઇન્ડિયાના કર્મચારીઓના પરિવારજનો માટે હશે. દિલ્હી અને મુંબઇથી જે યાત્રીઓ અને કર્મચારીઓના પરિવારજનો આ ફ્લાઇટમાં મુસાફરી કરવા માંગતા હોય તેઓ અમારી હોટલાઇન 18005691444 પર કોલ કરી શકે છે. તેના સિવાય જે લોકો ઇન્ટરનેશનલ સ્થળેથી આવી રહ્યા છે તેઓ મુસાફરી કરવા માંગતા હોય તો તેઓ અમારી હોટલાઇન 91 8062779200 પર કોલ કરી શકે છે.એર ઇન્ડિયાના અનુસાર, દિલ્હીથી અમદાવાદ જતી ફ્લાઇટ નંબર IX1555 12 જૂને રાત્રે 11:00 વાગ્યે દિલ્હીથી ઉપડશે, જ્યારે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર IX1556 13 જૂને સવારે 1:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે. તેવી જ રીતે, મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઇટ નંબર AI1402 12 જૂને રાત્રે 11:00 વાગ્યે મુંબઈથી ઉપડશે અને અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ નંબર AI1409 13 જૂને સવારે 1:15 વાગ્યે અમદાવાદથી ઉપડશે.