For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા રોડ, રણછોડનગરમાં વધુ 26 મિલકત સીલ, 8ને જપ્તીની નોટિસ

03:41 PM Mar 09, 2024 IST | Bhumika
કુવાડવા રોડ  રણછોડનગરમાં વધુ 26 મિલકત સીલ  8ને જપ્તીની નોટિસ
  • સ્થળ પર 36 આસામીઓએ રૂા. 56.71 લાખ વેરો ભરપાઈ કર્યો

મનપાના વેરાવિભાગ દ્વારા આ વર્ષના બાકી રહેલા 22 દિવસમાં મિલ્કતવેરાનો લક્ષ્યાંક પૂરો કરવા કેસરિયા શરૂ કર્યા છે. જેમાં આજે પણ રણછોડનગર, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં વધુ 26 મિલ્કત સીલ કરી 38ને જપ્તીની નોટીસ આપી સ્થળ ઉપર રૂા. 56.71 લાખની વેરાવસુલાત કરી હતી.

Advertisement

કુવાડવા રોડ પર જય ગુરુદેવ પાર્ક-2 માં બ્લોક નં-1 માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.75,310, કુવાડવા રોડ પર પટેલનગરમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.50,000, પેડક રોડ પર સૈફી સ્કુલ સામે ગ્રીન ગોલ્ડન પાર્ક માં મીર કોમ્પ્લેક્ષ માં શોપ નં-6/7 ની 1-યુનિટ ની નોટીસ સામે રિકવરી રૂૂ.25,000 ચેક આપેલ, સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં શોપ નં-2,5,6,7 ના 4-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.54,820, કુવાડવા વિસ્તારમાં રણછોડ વાડી ગુરુદેવ શોપિંગ સેન્ટર નજીક અક્ષય હેર આર્ટ ને સીલ મારેલ, કુવાડવા વિસ્તારમાં રણછોડ વાડી ગુરુદેવ શોપિંગ સેન્ટર નજીક અક્ષય હેર આર્ટ શોપ નં-2 ના 1-યુનિટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.62,018, રણછોડ વાડીમાં મુરલીધર કોમ્પ્લેક્ષ્ના ફર્સ્ટ ફ્લોર શોપ નં-150 ને સીલ મારેલ, કુવાડવા રોડ રણછોડનગર-7 માં વાય.ડી ફેશન ક્લબ ના 1-યુનિટને સીલ મારેલ, ગોવિંદબાગ શાક માર્કેટ મેઈન રોડ સામે શોપિંગ સેન્ટરમાં શોપ નં-106 ના 1-યુનિટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.37,400ની કરી હતી.

વેરા વિભાગ દ્વારા આજે સંત કબીર રોડ પર ક્રિષ્ના કોમ્પ્લેક્ષ્ શોપ નં-1,2 ના 2-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.8.85 લાખ, સંત કબીર રોડ પર જય ભોજલરામ કો.ઓ.સોસાયટીમાં આઈ શ્રી સોનલ માં કોમ્પ્લેક્ષ માં ફર્સ્ટ ફ્લોર શોપ નં-103,104 ના 2-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.91,00, વિજય પ્લોટ 7 માં ચાવડા નિવાસ શેરી નં-7 ના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.12.84 લાખ, કેનાલ રોડ પર જય રાજશ્રી કોમ્પ્લેક્સમને સીલ મારેલ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement