રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમી
રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂૂપે રાજકોટ જિલ્લામાં પણ પુલોની ચકાસણીની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આવેલા કુલ 495 બ્રિજમાંથી 377 સારી અને 91 યોગ્ય સ્થિતિમાં જણાયા છે. જ્યારે 26 બ્રિજ નબળા અને 1 ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું જણાયું છે.
આ 27 સહિત અન્ય મળી કુલ 59 બ્રીજનું જિલ્લા કલેકટર, નાયબ કલેકટરેે, કાર્યપાલક ઇજનેરઓ અને એજન્સીઓ દ્વારા વિશેષ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ચકાસણી બાદ નેશનલ હાઇવે પર આવેલ ધોરાજી - જામકંડોરણા રોડ પર ભાદર નદી પરનો બ્રિજ ભારે તથા ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ બ્રિજ પર ટુ-વ્હીલર, થ્રી તેમજ ફોર વ્હીલર પ્રકારનો વાહન વ્યવહાર યથાવત રહેશે. આ સાથે જ આર.એન.બી., નેશનલ હાઈવે ઓથોરિટી અને રૂૂડા સહિતની તમામ સંસ્થાઓને બ્રિજ સ્ટ્રેન્થનીંગ માટે પણ જરૂૂરી પગલાં લેવા સાથેની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે બ્રિજ પર પોલીસ દ્વારા પણ તકેદારી રાખી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
વેગડી નજીકનો ભાદર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો
રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 927 ડી (ધોરાજી જામકંડોરણા કાલાવડ) રોડ પર ભાદર નદી પર વેગડી ગામ નજીક આવેલ મેજર બ્રિજ હેવી ગુડ્સ વેહિકલ/ હેવી પેસેન્જર મોટર વ્હીકલની અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ બ્રિજના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન બ્રિજમાં નુકસાન જણાતા જન સલામતીને ધ્યાને લઈ આ બ્રિજ ઉપર ભારે ઓવરલોડેડ વાહનોની અવરજવર પ્રતિબંધિત કરવા રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે. ગૌતમ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ બ્રિજના વૈકલ્પિક રસ્તા તરીકે ધોરાજીપેઢલાકેરાળી ભાદરા દુધીવદર જામકંડોરણા રોડ (34 કિમી) અને ધોરાજી સુપેડી જામટીંબડી ખજુરડા જામકંડોરણા રોડ (41 કિમી )પર ડાયવર્ટ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.