કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઇ
80 નવી ફેમિલી કોર્ટ બનાવાશે, અદાલતોનું તમામ સ્તરે ડિજિટાઇઝેશન થશે
ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી વધુ આધુનિક અને ઝડપી બનાવવાના આશ્રય સાથે રાજય સરકારે કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઇ કરી છે.વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે 211 કરોડની તથા ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે 125 કરોડની અને હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂૂરી મહેકમ ઉભુ કરવા 5 કરોડની તથા રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા 5 કરોડની અને તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી ટશિિીંફહ/વુબશિમ માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.