ચાંદીમાં 2500નો કડાકો, સોનું રૂા.300 તૂટી 76000ની અંદર
વિશ્ર્વ બજારમાં ભાવ ગબડતા ઘર આંગણે આંચકો
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે મંદીનો આંચકો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂૂ.2500 તૂટી ગયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ 10 ગ્રામના રૂૂ.300 તૂટયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 2464થીૂ 2465 વાળા ગબડી નીચામાં ભાવ 2401 થઈ 2403થી 2404 ડોલર બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ ગબડતા જોવા મળ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના 30.36થી 30.37 વાળા નીચામાં 28.94 થઈ 29.10થી 29.11 ડોલર રહ્યા 7હતા. પ્લેટીનમના ભાવ 993થી 994 વાળા નીચામાં 955 થઈ962થી 963 ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ 922 ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ 0.54 ટકા તૂટયા હતા. કોપરના ભાવ આ સપ્તાહમાં નોંધપાત્ર ગબડતાં 2022 પછીનો સૌથી નબળો સપ્તાહ આ વિકમાં જોવા મળ્યો હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂૂ.73683 વાળા તૂટી રૂૂ.72947 બોલાયા હતા. જ્યારે 99.90ના ભાવ રૂૂ.73979 વાળા તૂટી રૂૂ.73240 બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂૂ.91555 વાળા ગબડી રૂૂ.88983 બોલાયા હતા.વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘઠયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના 84.85 વાળા ઉંચામાં 85.35 થઈ 85.05 ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ 82.72 વાળા ઉંચામાં 82.88 થઈ 82.74 ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં મોડી સાંજે રૂૂપિયા સામે ડોલરના ભાવ વધુ વધી રૂૂ.83.71થી 83.72 બોલાઈ રહ્યા હતા.