રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળ 250 કરોડ ડ્રગ્સનું પગેરું રાજકોટ નીકળ્યું : ડ્રગ્સ માફિયાની શોધખોળ

12:06 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે ડ્રગ્સના ક્ધસાઈન્મેન્ટની બેફામ દાણચોરી વધી રહી છે ત્યારે ગઈકાલે ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બંદર ઉપર ઓપરેશન પાર પાડી 250 કરોડની કિંમતના 50 કિલો હેરોઈન સાથે જામનગરના બે ડ્રગ ડિલર સહિત 9 શખ્સોની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતાં જામનગરના ડ્રગ ડિલરે અગાઉ પણ રાજકોટના મુખ્ય ડ્રગ સપ્લાયરના કહેવાથી માળીયા મીયાણામાં ડ્રગ્સની ડિલેવરી કરી હતી. જ્યારે વેરાવળનાં ડ્રગ્સ પ્રકરણમાં પણ રાજકોટનાં ડ્રગ ડિલરની સંડોવણી ખુલતાં પોલીસે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ ડ્રગ્સનું ક્ધસાઈન્મેન્ટ ઈરાનથી પાકિસ્તાની ડ્રગ્સ સપ્લાયરે મોકલ્યું હોવાનું બહાર આવતાં એટીએસ સહિતની એજન્સીઓ પણ તપાસમાં ઝુંકાવ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે અવારનવાર દાણચોરો દ્વારા ડ્રગ્સની ડીલેવરી કરવામાં આવી રહી છે ત્યારે આજે વેરાવળ બંદર પર ડ્રગ્સનું મોટુ ક્ધસાઈન્ટમેન્ટ ઉતરાવાનું હોવાની ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાને માહિતી મળતાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફને કામે લગાડયા હતાં.

વેરાવળ બંદર પર મોડીરાત્રથી જ એસઓજીનો કાફલો વોચમાં ગોઠવાયો હતો દરમિયાન મધદરિયેથી માછીમારી કરીને આવેલી બોટમાં ડ્રગ્સ આવ્યું હોવાની અને જામનગરના બે શખ્સો આ ડ્રગ્સની ડીલેવરી લેવા આવ્યા હોવાની માહિતી પરથી છાપો મારવામાં આવ્યો હતો. જેમાં બોટમાંથી 250 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વેરાવળ બંદર પરથી ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા જામનગરના આસીફ ઉર્ફે કાળો જુસબ સમા (ઉ.24), અરબાઝ અનવર સમા (ઉ.23)ની ધરપકડ કરી પુછપરછ કરતાં ડ્રગ્સનો જથ્થો મુળ ઉત્તર પ્રદેશના ધરમેન બુધ્ધીલાલ કશ્યપ (ઉ.23) નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસને મળેલી માહિતી બાદ પોલીસે બંદર પર લાગરેલી બોટની તલાસી લેતાં તેમાંથી 1700 કિલો મચ્છીની વચ્ચે છુપાવેલ વધુ 24 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બોટ ઉપર રહેલા અનુજકુમાર મુકેશભાઈ કશ્યપ, અમનકુમાર શ્રીદીનાનાથજી કશ્યપ, રંજનકુમાર ભગવાનદીપ મિસાર, વિશ્ર્નુ શ્રીશંકરનિસાદ મિસાર, રોહિત સુખુભાઈ મિસાર અને રાહુલ ગોરેલાલ કશ્યપની ધરપકડ કરી કુલ 250 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન 10 લાખની ફીશીંગ બોટ, 50 હજાર મારૂતિ કાર, ત્રણ મોબાઈલ અને એક સેટેલાઈટ ફોન મળી કુલ 250.18 કરોડનો મુદ્ધામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પુછપરછમાં જામનગરના આસીફ નામનો શખ્સ રાજકોટ-જામનગર વચ્ચે ઈકો કાર ચલાવતો હોય બે વર્ષ પહેલા એક શખ્સ તેની ઈકો કારમાં મુસાફર તરીકે બેઠો હતો અને સંબંધ કેળવ્યા બાદ માળીયા મીયાણા એક પાર્સલ પહોંચાડવાના 20 હજાર આપ્યા હતાં. ત્યારબાદ 22-2-24નાં આસીફને ડ્રગ્સ ડીલરે વોટસએપ કોલ કરી વેરાવળથી પાર્સલ લેવા જવાનું કહ્યું હતું. જે ટ્રીપના બદલામાં 50 હજાર આપવાનું નક્કી થયું હતું. ડ્રગ્સ ડીલર સાથે વોટસ કોલની વાતચીતના આધારે આસીફ તેના મિત્ર અરબાઝ સાથે શેઠની ફોર વ્હીલ કાર લઈ વેરાવળ બંદરે પહોચ્યો હતો. જ્યાં વોટસએપ કોલમાં વાતચીત થયા બાદ ધર્મેન્દ્ર કશ્યપ ડ્રગ્સનું પેકેટ આપી ગયો હતો. જે લઈને નીકળતાની સાથે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસના સકંજામાં સપડાયેલા માછીમારી કરતાં ટંડલ સહિતના 9 શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતાં મધદરિયે માછીમારી કરવા ગયા ત્યારે ઈન્ટરનેશનલ બોડર પર પાકિસ્તાનથી આવેલી બોટ દ્વારા ડ્રગ્સની ડિલેવરી કરવામાં આવી હતી અને માછીમારીની સાથે ડ્રગ્સનો જથ્થો પણ સૌરાષ્ટ્રમાં ઘુસાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. ત્યારે ડ્રગ્સ ક્ધસાઈન્મેટમાં ઈન્ટરનેશનલ કનેકશન બહાર આવતાં એટીએસ સહિતની એજન્સીઓએ તપાસમાં ઝુંકાવ્યું છે.
બીજી બાજુ પોલીસના સકંજામાં સપડાયેલા બે ડ્રગ ડિલર સહિત 9 શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સનું પગેરૂ શોધવા માટે આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સેટેલાઈટ ફોન ઈન્ટરનેશનલ રેકેટનો કરશે પર્દાફાશ
વેરાવળ બોટમાં આવેલ 250 કરોડની કિંમતના ડ્રગ્સના ક્ધસાઈમેન્ટ પોલીસે ઝડપી લઈ બે ડ્રગ ડિલર સહિત 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસે માછીમારી બોટમાંથી એક સેટેલાઈટ ફોન અને ડ્રગ ડિલર પાસેથી ત્રણ ફોન મળી કુલ ચાર ફોન કબજે કરવામાં આવ્યા છે ત્યારે સેટેલાઈટ ફોન દ્વારા ઈન્ટરનેશનલ રેકેટેનો પર્દાફાશ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ડ્રગ ડિલરના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલના આધારે ડ્રગ માફીયાઓનું પગેરૂ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :
Druggujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement