લોહાણાપરામાં એક સાથે 9 સહિત 25 મિલકતોને વેરા વિભાગે સીલ માર્યા
- 10 આસામીઓને જપ્તીની નોટીસ, બે નળ જોડાણ કપાયા, રૂા.44.81 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત આજે બપોર સુધીમાં વધુ 25 મિલકતો સિલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકના બે નળ જોડાણો કાપી સ્થળ પર રૂા.44.81 લાખની વેરા વસુલાત કરી હતી.લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ને સીલ મારેલ. લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-7 ને સીલ મારેલ. લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8 ને સીલ મારેલ. લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-9 ને સીલ મારેલ. લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલા આર્કેડફર્સ્ટ ફ્લોર શોપ નં-109,110,111 ફળા;104 ને સીલ મારેલ. માર્કેટીંગ યાર્ડ પર આવેલ શોપ નં-15 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ. માર્કેટીંગ યાર્ડ પર આવેલ શોપ નં-10 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા 25,000 નો ચેક આપેલ.
શ્રી રણછોડનગર સામે શેરી નં-5 માં ભીમા લુનાગરીયા ના 2-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.42લાખ, સંત કબીર રોડ પર શ્રી રણછોડનગરમાં આર.એચ.પ્લાઝા ના શોપ નં-1,2ના 2-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.06લાખ, બેડી પરામાં શ્રમ જીવી સોસાયટી માં શેરી નં-4 માં 1-નળ કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.60,000/-, વિજય પ્લોટ શેરી નં -30 માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.16લાખ, દિવાનપરા મેઈન રોડ પર આનંદ આર્કેડ ના શોપ નં-5ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.3.28 લાખ, વિવેકાનંદ રોડ પર આવેલ કનવેનશન સેન્ટર-206/- ને સીલ મારેલ, ટાગોર રોડ પર આવેલ જસ્મીન બિલ્ડિંગગ્રાઉન્ડ ફ્લોર માં આવેલ નોટીસ સામે રીકવરી રૂૂ.1.71 લાખ. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક પી.જી.સરકારી કુમાર છાત્રાલય ના 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરી હતી.