For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાહેરમાં કચરો ફેંકતા 25 વ્યક્તિ રંગે હાથ પકડાયા

06:54 PM Dec 13, 2023 IST | Bhumika
જાહેરમાં કચરો ફેંકતા 25 વ્યક્તિ રંગે હાથ પકડાયા

ન્યૂસન્સ પોઈન્ટ પરથી વધુ 24 ટન કચરાનો નિકાલ, 3.45 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Advertisement

સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી હાથ ધરી જાહેરમાં કચરો ફેંકતાં 25 વ્યકિાતને રંગે હાથ પકડી દંડ ફટકાર્યો હતો. તેમજ ન્યુસન્સ પોઈન્ટ અને એકઝીટ ગેઈટ પરથી વધુ 24 ટન કચરાનો નિકાલ કરી 3.46 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતું.

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.13/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 25 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3.45 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-8 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 1.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.13/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના 106 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 2.7 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી ઓફિસર દ્વારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement