રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુવાડવા રોડ ડી-માર્ટમાંથી 25 કિલો કાજુ, બદામ અને બેગની ચોરી, ત્રણ ઝડપાયા

04:19 PM Sep 14, 2024 IST | admin
Advertisement

એક વાર ચોરી કરી તો ન પકડાયા અને ત્રણેયની હિંમત વધી, મેનેજરે રંગે હાથ પકડી પોલીસને સોંપ્યો

Advertisement

શહેરમાં કુવાડવા રોડ પર ડી-માર્ટ મોલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ શખસો ચોરી કરતા સીસીટીવી ફુટેજમાં કેદ થઇ જતા મોલના મેનેજર સહીતે ત્રિપુટીને રંગે હાથ પકડી લઇ તલાસી લેતા તેની પાસેથી 25 કિલો કાજુ, 2 કિલો બદામ, લેપટોપની બેગ, અડધો કિલો અંજીર, કપડા સહીતની કુલ રૂ.71 હજારનો સામાન મળી આવતા બી ડિવિઝન પોલીસના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં ડિસ્ટાફે ત્રણ તસ્કરની ધરપકડ કરી હતી.

વધુ વિગતો મુજબ,રૈયારોડ પર ઇન્દ્રપ્રસ્થ નગરમાં રહેતા અને કુવાડવા રોડ પર ડી-માર્ટ મોલમાં આસીસ્ટન્ટ સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતા જતીનભાઇ ભરતભાઇ પાટણવાડીયા શુક્રવારે મોલ પર નોકરી પર હતા ત્યારે માલના સ્ટોક અને દરરોજ વહેચાયેલા માલના સ્ટોક વચ્ચે વેરીયેશન આવતુ હોવાથી મોલના સીસીટીવી ચેક કર્યા હતા.

દરમ્યાન ત્રણ શખ્સો કાજુના કાઉન્ટર પાસે શંકાસ્પદ પ્રવૃતી કરતા નજરે પડયા હતા. દરમ્યાન તેની સાથે અન્ય કર્મચારી સાથે કાઉન્ટર પર ધસી ગયા હતા. અને શંકાસ્પદ શખસોની તલાસી લેતા તેની પાસે રહેલા કાળા કલરનું લેપટોપ બેગ પોતાની સાથે લાવ્યા હોય જે મોલના નિયમ મુજબ બહારથી જ શીલ મારેલુ હોય છે.

જે શીલ ખોલી બેગમાં એક કિલો કાજુના 3 પેકેજ,એક કિલો બદામના 2 પેકેજ, સહીતની મતા મળી આવતા તેને પકડી લીધા હતા.તેમજ 100 નંબરમાં કોલ કરતા પોલીસ આવી અને પોલીસ મથકે લઇ ગઈ હતી તેમજ આ દરમ્યાન તેની પુછતાછ કરતા ત્રણેય પોતાના નામ અનુક્રમે રવિકુમાર રમેશભાઈ મેર, રાજુ રેમશ મેર અને કિશન હંસરાજ કુમારખાણીયાની ધરપકડ કરી હતી.તે ત્રણેય થોડા દિવસ પહેલા પણ આ મોલમાંથી ચોરી કરી ગયા હોવાનુ રટણ કર્યુ હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstheft
Advertisement
Next Article
Advertisement